શેરબજાર ખુલતાની સાથે જ ગગડયું હતું અને સેન્સેક્સ 1300 પોઈન્ટ અને નિફ્ટી 16000 થી નીચે આવી ગયો છે.
સપ્તાહના પ્રથમ કારોબારી દિવસે સોમવારે શેરબજાર ખુલતાની સાથે જ ગગડયુ હતું. બોમ્બે સ્ટોક એક્સચેન્જનો 30 શેરો ધરાવતો સેન્સેક્સ 1200 પોઈન્ટના ઘટાડા સાથે ખુલ્યો હતો, જ્યારે નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી ઈન્ડેક્સ 16,000ના સ્તરની નીચે ટ્રેડ કરવાનું શરૂ કર્યું હતું. અત્યારે સેન્સેક્સ 1315 પોઈન્ટ લપસીને કારોબાર કરી રહ્યો છે, તો નિફ્ટી 15,833 ના સ્તર પર આવી ગયો છે.
આ અગાઉ, ગયા સપ્તાહના છેલ્લા ટ્રેડિંગ દિવસે શુક્રવારે શેરબજાર ઘટાડા સાથે ખુલ્યું હતું અને અંતે મજબૂત ઘટાડા સાથે લાલ નિશાન પર બંધ થયું હતું. BSE સેન્સેક્સ 1017 પોઈન્ટ ઘટીને 54,303 પર બંધ થયો હતો, જ્યારે NSE નિફ્ટી 276 પોઈન્ટના ઘટાડા સાથે 16,202 પર બંધ થયો હતો.