શ્રી જગન્નાથ મંદિરની 35 હજાર એકર જમીન હવે ઓડીસા સરકારે વેચવા કાઢી છે જોકે, સરકાર ના આ પગલાં સામે ઈસ્કોનના પ્રવક્તાએ જણાવ્યું કે મુર્ખ હિંદુઓની ઉદાસીનતાનું આ પરિણામ છે.
ઓડિશા સરકાર ભગવાન જગન્નાથના નામ પર રાજ્ય અને દેશના બીજા ભાગોમાં ફેલાયેલી 35 હજાર એકર જમીન વેચવા જઇ રહી છે જેના ઘેરા પ્રત્યાઘાતો ઉઠવા પામ્યા છે.
સરકાર નું કહેવું છે કે 12માં સદીના મંદિરના 650 કરોડ રુપિયાના ભંડોળને 2023 સુધી વધારીને 1 હજાર કરોડ રુપિયા કરવાનું લક્ષ રહેલું છે. વિધાનસભામાં ભાજપના ધારાસભ્ય મોહન લાલ માંઝીના એક સવાલના જવાબમાં કાયદા, આવાસ અને શહેરી આવાસ વિકાસ મંત્રી પ્રતાપ જેનાએ કહ્યું કે પૂર્વ રાજ્યપાલ બીડી શર્માની અધ્યક્ષતામાં ગઠિત એક કમિટી અને જગન્નાથ મંદિર મેનેજમેન્ટ સમિતિ પાસેથી સ્વીકૃતિ મળ્યા બાદ રાજ્ય સરકારના મંદિરની 35, 272. 235 એકર જમીન વેચવાની પ્રક્રિયા શરુ કરી દીધી હોવાની વાત સામે આવી છે.
આમ સરકાર ના મત મુજબ આવક વધારવા માટે આ પગલું ભરવામાં આવ્યું છે. જેનાએ ઉમેર્યું કે અત્યાર સુધી શ્રી જગન્નાથ મંદિરના સંબંધિત 60, 426. 943 એકર જમીન ની ઓળખ થઈ છે જેમાંથી 395. 252 એકર બંગાળ, મહારાષ્ટ્ર, મધ્ય પ્રદેશ અને આંધ્ર પ્રદેશ જેવા રાજ્યોમાં ઓડિશાની બહાર આવેલી છે. ભૂમિની વસૂલી અને ભૂમિના રેકોર્ડને નિયમિત કરવા માટે પગલા ભરવામાં આવી રહ્યા છે, અનેક ભક્તોએ અંતિમ ઈચ્છાના રુપે ભગવાનને જમીન દાન કરી હતી જેમાં કેટલીક જમીન પર દબાણ થયુ હતું જ્યારે ભગવાન જગન્નાથના નામ પર ભૂમિ ઓડિશાના 24 જિલ્લામાં ફેલાયેલી છે. 395. 252 એકર છ અન્ય રાજ્યોમાં જોવા મળી છે. આ જમીન હવે વેચી આવક વધારવા માટે પગલાં ભરાઈ રહ્યા છે.
