છેલ્લા ઘણાજ સમયથી બોલી બોલીને વિવાદ ઉભો કરનાર સંજય રાઉતને કાયદાનું ભાન કરાવવા
EDની ટીમ શિવસેના સાંસદ સંજય રાઉતના ઘરે પહોંચી હતી અને ચારથી પાંચ જેટલા અધિકારીઓએ તેઓના ઘરેજ મહારાષ્ટ્રમાં 1034 કરોડના પાત્રા ચાલી જમીન કૌભાંડ કેસમાં EDની ટીમ સંજય રાઉતના કલાસ શરૂ કરતાં સંજય રાઉત બાળ ઠાકરેના સોગંધ ખાઈ રહયા છે, સતત 2 કલાકથી પૂછપરછ ચાલુ છે ત્યારે રાઉતે કહ્યું બાલાસાહેબના સોગંદ બસ હવે તો માનો આ કૌભાંડ સાથે કોઈ લેવાદેવા નથી.
ED દ્વારા તેમને 27 જુલાઈએ સમન્સ પાઠવવામાં આવ્યું હતું. તેઓ અધિકારીઓ સમક્ષ હાજર થયા ન હતા. આ પછી EDના અધિકારીઓ તેમના ઘરે પહોંચી ગયા હતા.
મામલો મુંબઈના ગોરેગાંવ વિસ્તારના પાત્રા ચાલી સાથે સંબંધિત છે. તે મહારાષ્ટ્ર હાઉસિંગ એન્ડ એરિયા ડેવલપમેન્ટ ઓથોરિટીનો પ્લોટ છે. લગભગ 1034 કરોડનું કૌભાંડ હોવાનો આરોપ છે. આ કેસમાં સંજય રાઉતની 9 કરોડ રૂપિયા અને રાઉતની પત્ની વર્ષાની 2 કરોડ રૂપિયાની સંપત્તિ જપ્ત કરવામાં આવી છે.