એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે આખરે શિવસેનાના નેતા અને રાજ્યસભા સાંસદ સંજય રાઉતને કસ્ટડીમાં લીધા છે.
મહારાષ્ટ્રમાં 1000 કરોડથી વધુના પત્ર ચાવલ જમીન કૌભાંડ કેસમાં EDની ટીમ સંજય રાઉતની તેમના ઘરમાં પૂછપરછ કરી રહી હતી પણ હવે તેઓની અટકાયત કરી લીધી છે.
ED દ્વારા તેમને 27 જુલાઈએ સમન્સ મોકલવામાં આવ્યા હતા. જોકે, તે અધિકારીઓ સમક્ષ હાજર થયા ન હતા.
આ પછી EDના અધિકારીઓ તેના ઘરે પહોંચ્યા પણ રાઉત તપાસમાં સહકાર ન આપવાનો આરોપ કરી ઉંચકી લીધા છે.
આ મામલો મુંબઈના ગોરેગાંવ વિસ્તારના પાત્રા ચાલ સાથે સંબંધિત છે. તે મહારાષ્ટ્ર હાઉસિંગ એન્ડ એરિયા ડેવલપમેન્ટ ઓથોરિટીનો પ્લોટ છે. લગભગ 1034 કરોડનું કૌભાંડ હોવાનો આરોપ છે. આ કેસમાં સંજય રાઉતની 9 કરોડ રૂપિયા અને રાઉતની પત્ની વર્ષાની 2 કરોડ રૂપિયાની સંપત્તિ જપ્ત કરવામાં આવી છે. આરોપ છે કે રિયલ એસ્ટેટ બિઝનેસમેન પ્રવીણ રાઉતે પાત્રા ચાલમાં રહેતા લોકો સાથે છેતરપિંડી કરી હતી. એક કન્સ્ટ્રક્શન કંપનીને આ પ્લોટ પર 3000 ફ્લેટ બાંધવાનું કામ મળ્યું. જેમાંથી 672 ફ્લેટ અહીં પહેલાથી રહેતા રહેવાસીઓને આપવાના હતા. બાકીની રકમ મ્હાડા અને ઉક્ત કંપનીને આપવાના હતા, પરંતુ વર્ષ 2011માં આ વિશાળ પ્લોટના ભાગો અન્ય બિલ્ડરોને વેચી દેવામાં આવ્યા હતા.