મહારાષ્ટ્રમાં સર્જાયેલા રાજકીય સંકટ વખતે આંતરિક મનદુઃખનો મામલો શાંતિથી ઉકેલ લાવવાના બદલે ઉંમરલાયક સંજય રાઉત એક વડીલ તરીકેની મર્યાદા ભૂલી ધમકીઓ અને ગાળો ઉપર ઉતરી આવતા હવે સામે પક્ષે પણ વડીલનું અત્યારસુધી માન રાખતા બળવાખોર શિવસેનાના કાર્યકરોએ સામી બાંયો ચડાવતા હવે સંજય રાઉત ઢીલા પડયા છે.
હવેતો એકનાથ શિંદે રાજ્યના નવા મુખ્યમંત્રી બની ચુક્યા છે તેવે સમયે અગાઉ શિવસેના સાંસદ સંજય રાઉત રાયગઢના મહાડમાં રેલી કાઢવાની કોશિશ કરતા શિંદે જૂથના શિવસેનાના બળવાખોર નેતા વિકાસ ગોગાવલીએ તેમને ચેતવણી આપી હતી.
વિકાસ ગોગાવલેએ સંજય રાઉતની આગામી રેલીને લઈને કહ્યું છે કે, હું તેમને સુરક્ષા કર્મચારીઓ વિના મહાડ આવવાનો પડકાર ફેંકુ છું.
અને કહ્યું કે, જો સંજય રાઉત અહીં સિક્યોરિટી વગર આવે છે, તો શિવસૈનિકો તેમને ‘પ્રસાદ’ ચખાડશે.
મતલબ આડકતરીરીતે માર મારવાની ધમકી આપી હતી.
તા.29 જૂને ઉદ્ધવ ઠાકરેએ રાજ્યપાલને રાજીનામું સોંપી દીધુ છે. જે બાદ આજે 30 જૂને એકનાથ શિંદેએ મુખ્યમંત્રી પદના શપથ પણ લઈ લીધા છે.
અગાઉ સંજય રાઉતનું ટ્વીટ ખૂબ જ વાયરલ થયું હતું. જેમાં “કબ તક છુપોગે ગુવાહાટી મે, આના હી પડેગા ચૌપાટી મેં. ” હવે શિંદે જૂથના વિકાસ ગોગાવલેએ કહ્યું કે, હું સંજય રાઉતને સુરક્ષા કર્મચારીઓ વિના મહાડમાં આવવાનો પડકાર ફેંકુ છુ.
બીજી તરફ ગુવાહાટી માંથી બધા મહારાષ્ટ્રમાં આવી પણ ગયા છતાં હવે સંજય રાઉત કઈ કરી શક્યા નહી અને મુંબઈનું રાજકારણ બદલાઈ ચૂક્યું છે.