મહારાષ્ટ્રમાં રાજકીય સંકટ વચ્ચે શિવસેનાના નેતા સંજય રાઉતને મોટો ઝટકો લાગ્યો છે.
હકીકતમાં, એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)એ તેમને જમીન કૌભાંડ કેસમાં સમન્સ પાઠવ્યા છે અને આવતીકાલે હાજર થવા માટે ફરમાન કર્યું છે.
એવું કહેવામાં આવી રહ્યું છે કે સંજય રાઉતને આ સમન્સ પ્રવીણ રાઉત અને પાત્રા ચાલ જમીન કૌભાંડ સાથે જોડાયેલા કેસમાં મોકલવામાં આવ્યુ છે. આ મામલો 2007 નો છે.તે વખતે મહારાષ્ટ્રમાં કોંગ્રેસ અને એનસીપીની ગઠબંધન સરકાર હતી.
મુખ્ય પ્રધાન વિલાસરાવ દેશમુખ હતા.
આમ,તેઓ કેટલાક દિવસો થી તેમના નિવેદનોમાં વારંવાર ભાજપને નિશાન બનાવી રહયા હતા અને બળવાખોરોમાં પણ ભાજપનો હાથ હોવાનું જાણાવી ધમકીઓ ઉપર ઉતરી પડ્યા હતા.
તેવે સમયે હવે તેઓ જમીન કૌભાંડમાં ઇડી નો સામનો કરવા તૈયાર રહેવુ પડશે.