મહારાષ્ટ્રમાં એકનાથ શિંદે CM બની ગયા બાદ શિવસેનાના નેતા ઉદ્ધવ ઠાકરે હવે હાંસિયામાં ધકેલાઈ ગયા છે
ત્યારે અત્યારસુધી ગર્જના કરનાર સંજય રાઉત પણ ઢીલા પડી ગયા છે તેવે સમયે શિવસેનાના નેતા સંજય રાઉતનું ચોંકાવનારું નિવેદન સામે આવ્યું છે. રાઉતે કહ્યું,કે ‘મને પણ ગુવાહાટી માટે ઓફર મળી હતી પરંતુ હું ના ગયો કારણ કે હું બાળાસાહેબ ઠાકરેને ફોલો કરું છું અને તેથી જ હું એકનાથ શિંદે જૂથમાં ગયો ન હતો.
નોંધનીય છે કે શિવસેનાના બળવાખોર ધારાસભ્યો ગુવાહાટીમાં રોકાયા હતા. હાલ ઉદ્ધવ ઠાકરેના રાજીનામા બાદ મહારાષ્ટ્રમાં એકનાથ શિંદેની સરકાર બની છે ત્યારે સંજય રાઉત હવે એમ કહેતા નજરે પડયા કે ‘મને પણ ઓફર હતી’!!
દરમિયાન ઉદ્ધવ ઠાકરેની શિવસેનાનો આરોપ છે કે ધારાસભ્યોને EDનો ડર બતાવીને બળવો કરવા માટે મજબૂર કરાયા હતા.
શિવસેનાના સાંસદ સંજય રાઉતની ED દ્વારા મની લોન્ડરિંગ કેસમાં લગભગ 10 કલાક સુધી પૂછપરછ કરવામાં આવી હતી.
આમ,હવે મહારાષ્ટ્રમાં સ્થિતી બદલાઈ ચુકી છે અને એકનાથ શિંદે નું વજન વધ્યું છે હવે સંજય રાઉત અને ઉદ્ધવ ઠાકરે ભૂતકાળ બની ગયા છે.