શિવસેના નેતા સંજય રાઉત આજે તા.1 જુલાઈબપોરે 12 વાગ્યે તપાસ એજન્સી એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ સમક્ષ હાજર થશે. તેઓએ પોતે ટ્વીટ કરીને આ અંગેની માહિતી આપી હતી. તેમજ શિવસૈનિકોને અપીલ કરી હતી.
તમને જણાવી દઈએ કે સંજય રાઉતને 2007ના જમીન કૌભાંડ કેસમાં ED દ્વારા સમન્સ પાઠવવામાં આવ્યા છે અને તેમને 1 જુલાઈએ હાજર થવાનો આદેશ આપવામાં આવ્યો છે.
સંજય રાઉતે પોતે ED સમક્ષ હાજર થવા અંગે ટ્વીટ કર્યું હતું. તેઓએ લખ્યું, ‘હું આજે બપોરે 12 વાગ્યે તપાસ એજન્સી ED ઓફિસ જઈશ. હું સમન્સનું સન્માન કરું છું અને તપાસ એજન્સીઓને મદદ કરવી મારી ફરજ છે. હું શિવસેનાના કાર્યકરોને ઇડી ઓફિસની બહાર એકત્ર નહિ થવા અપીલ કરું છું.
અત્રે ઉલ્લેખનીય છેકે રાહુલ ગાંધીને જ્યારે ઇડીનું સમન્સ આવ્યું અને પૂછપરછ થઈ તે વખતે મોટી સંખ્યામાં કોંગ્રેસ કાર્યકરો ઇડી ઓફીસ બહાર એકત્ર થયા હતા અને પ્રદર્શન કર્યું હતું ત્યારે સંજય રાઉત ની પણ ઇડી દ્વારા પૂછપરછ થવાની છે ત્યારે શિવસેનાના કાર્યકરો વિરોધ કરવા ઉમટી પડશે તેવું તેઓને લાગતા તેઓએ ઇડી ઓફીસ બહાર એકત્ર નહિ થવા અપીલ કરી છે.