દેશ માં ભ્રષ્ટાચાર ખુબજ વધ્યો છે અને અસલી લાભાર્થી રહી જાય છે અને નકલી લાભ ઉઠાવી જાયછે આવો જ મામલો યુપીના બારાબંકી જિલ્લામાં સામે આવ્યો છે.
પ્રધાનમંત્રી કિસાન સમ્માન નિધિમાં નકલી ખેડૂતો ને બખ્ખા થઈ પડ્યા છે. અને અઢી લાખ ગેરલાયક લોકોને પૈસા મળ્યા હોવાની વાત સામે આવતા હવે પ્રશાસને પૈસા પાછા વસૂલવાનું હાસ્યાસ્પદ અભિયાન હાથ ધર્યુ છે. સપ્ટેમ્બરમાં ગાજીપુરમાં આ મામલામાં 1.50 લાખ નકલી ખેડૂતોના નામ ડિલીટ કરવામાં આવ્યા છે. તમિલનાડુમાં આ ગડબડીને લઈને મોટી કામગીરી કરવામાં આવી રહી છે. સૂત્રોના જણાવ્યાનુંસાર 96 કોન્ટ્રાક્ટ કર્મચારીઓની સેવાઓને સમાપ્ત કરી દેવામાં આવી છે. 34 અધિકારીઓની વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવી છે. 13 જિલ્લામાં એફઆઈઆર નોંધી 52 લોકોની ધરપકડ કરવામાં આવી છે. આમ મેરા ભારત મહાન માં હજુપણ દેશી લોકો ના હાથ માં વહીવટ આવતા ગરબડો ઉપર ગરબડો કરી રહ્યા નું સપાટી ઉપર આવી રહ્યુ છે અને લોકો માં અનેક કોમેન્ટ ઉઠી રહી છે.
