કૃષિ કાયદાના વિરુદ્ધ ખેડૂતો આંદોલન ચલાવી રહ્યા છે ત્યારે આજે શનિવારે આંદોલન ના 10માં દિવસે સરકાર સાથે બેઠક યોજનાર છે.
આ અગાઉ ખેડૂતોએ શુક્રવારે 8 ડિસેમ્બરે ભારત બંધ ના એલાન સહિત તમામ ટોલ પ્લાઝા પર કબજો કરવાની ચીમકી આપી હતી અને આવનારા દિવસોમાં બાકીના રસ્તાઓને પણ બ્લોક કરશે. ચોંકાવનારી માહિતી તો એ છે કે
ટિકરી-કુંડલી બોર્ડર પર આંદોલન કરી રહેલા 170થી ખેડૂતોને તાવ અને ખાંસી થઈ ગઈ છે અને કેમ્પમાં હજારો ખેડૂતો દવા લઈ રહયા છે અને ખેડૂતો કોરોના ટેસ્ટ કરાવવા તૈયાર નથી દરમ્યાન ત્રણ ખેડૂતોના મોત થઈ ચુક્યાં છે એટલુંજ નહિ સમર્થન આપવા પહોંચેલા ધારાસભ્ય બલરાજ કુંડૂ કોરોના પોઝિટીવ થયા હતા તે જોતા કોરોના નું સંક્રમણ વધવાની શકયતા ઉભી થઇ છે.
