કોરોના ને લઈ સેંકડો શ્રમિકો હાલ કામધંધા વગર ના થઈ ગયા છે ત્યારે તેઓ ઘરમાં નવરા બેઠા બેઠા સેક્સ વધુ માણે તો વસ્તી વધવાનો ભય સરકાર ને સતાવી રહ્યો છે, ગરીબ લોકો લૉકડાઉનના કારણે પરેશાન હતા. હવે જ્યારે લૉકડાઉનમાં છૂટછાટ મળી છે ત્યારે બેરોજગારી પણ વધી છે અને સેક્સ વધ્યું છે ત્યારે સરકાર દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે અને બેરોજગાર ને કોન્ડોમ આપશે.
બિહાર સરકાર કોરંટાઇન બાદ શ્રમિકોને મફતમાં કોન્ડમ આપશે તેવું જણાવાયું છે, જેથી તેઓ અણગમતી પ્રેગનન્સીને રોકી શકે અને વસ્તી વધારો પણ અટકી શકે, માહિતી મુજબ 8.77 લાખ લોકો કોરંટાઇનથી મુક્ત થયા છે જ્યારે 5.30 લાખ લોકો હજૂ પણ અલગ અલગ જગ્યાએ કોરંટાઇન છે. સરકારે કહ્યું કે, અનવોન્ટેડ પ્રેગનન્સીથી બચવા માટે નિરોધનો ઉપયોગ જરૂરી છે. શ્રમિકો અત્યારે બેરોજગારીથી પીડાય રહ્યા છે ત્યારે બિહાર સરકાર કોન્ડમ વહેંચશે. આપણી જવાબદારી છે કે આ મહામારી વચ્ચે સેક્સ સાથે આપણે વસ્તીવધારાને પણ રોકીએ આમ હવે બેરોજગાર યુવાનો ને સરકાર મફત કોન્ડોમ આપી રાહત આપનાર હોવાનું સૂત્રો જણાવી રહ્યા છે.
