નર્મદા ડેમની જળસપાટી 121.20 મીટર નોંધાઈ છે.. ઉપરવાસમાંથી 23,108 ક્યૂસેક પાણીની આવકને પગલે ડેમની સપાટીમાં હાલ નજીવો વઘારો થયો છે. હાલ ડેમમાં 1413.66 મિલિયન ક્યુબિક મીટર પાણીનો જથ્થો ઉપબલ્ધ છે અને ધીરે ધીરે પાણીની આવક થઇ રહી છે. ત્યારે તંત્ર દ્વારા પાણીના સંગ્રહ કરવા નર્મદા ડેમ ખાતેના 1200 મેગા વોટના રિવર બેડ પાવર હાઉસના તમામ યુનિટ બંધ છે. આ વર્ષે ઇન્દિરાસાગર અને ઓમકારેશ્વર ડેમ હજી ભરાયા નથી. આ બંને ડેમ ભરાયા બાદ જ નર્મદા ડેમમાં પાણી છોડવામાં આવશે. જોકે હાલ નર્મદા ડેમમાં નદી-નાળાઓની પાણીની આવક થતાં ડેમની સપાટી વધી છે.
નર્મદા બંધની જળસપાટી હાલની પરિસ્થિતિએ ખુબ નીચી સપાટી કહેવાય, કેમ કે સારા વરસાદને લઈને પાવરહાઉસ ચલાવી ઘણું પાણી ખર્ચ કરી દીધું અને આગામી 31 મી ઓક્ટોબર 2020 ના રોજ કેવડિયા ખાતે PM નરેન્દ્ર મોદીના કાર્યક્રમને લઈને 12 કિમિ નું સરોવર ભરવા લાખો ક્યુસેક પાણી જરૂર પડશે. ત્યારે સ્ટેચ્યુ ઓફ યુનિટી પાણીમાં ઉભું હોય એમ દેખાશે. આ તમામ બાબતોને ધ્યાનમાં રાખી નર્મદા બંધની જળસપાટી વધારવામાં આવી રહી છે.