સલમાનખાને પોતાની સુરક્ષા માટે હથિયાર રાખવા લાયસન્સ માટે અરજી કરી હતી,ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈ દ્વારા ધમકી મળ્યા બાદ સલમાન હવે પોતાની પાસે હથિયાર રાખશે.
સલમાન ખાનને બિશ્નોઇ ગેંગ દ્વારા જાનથી મારી નાખવાની ધમકી મળ્યા બાદ સલમાનખાને હથિયારના લાઇસન્સ માટે અરજી કરી છે.
સલમાનખાનને ધમકી મળ્યા બાદ મુંબઈ પોલીસે તપાસ કરી હતી અને સુરક્ષામાં વધારો કર્યો હતો.
આજે તા.22 જુલાઈના રોજ સલમાન ખાન મુંબઈ પોલીસ કમિશ્નર વિવેક ફનસાલકરને મળવા ગયો હતો અને પર્સનલ હથિયારના લાઇસન્સ માટે અરજી અંગે વાત કરી હોવાનું માનવામાં આવે છે.
સલમાન ખાનને ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈ ધમકી આપી હતી. ત્યારબાદ સલમાન ખાને પોલીસમાં એક અરજી કરી હતી. તે પોતાની સુરક્ષા માટે હથિયારનું લાઇસન્સ લેવા માગે છે.
જોકે સલમાનખાનની સુરક્ષા માટે 10 સ્પેશિયલ ફોર્સના અધિકારીઓની ટીમ સતત સાથે હોય છે અને શુટીંગના સ્થળે પણ હાજર રહે છે અને સલમાનખાનના ઘરની આસપાસ પણ સિક્યોરીટી હોય છે અને ચારેતરફ સીસીટીવી કેમેરા લાગેલા હોય છે.