રાજકોટ માં કોરોના નો ભોગ બનેલા સાંસદ અભયભાઇ ભારદ્વાજ ને વધુ સારવાર માટે ચેન્નઈ લઈ જવાયા બાદ તેઓ ની હાલત સ્થિર હોવાની વિગતો જાણવા મળી છે.
સાંસદ અભય ભાઈ ને ફેફસાંમાં ઇન્ફેક્શન થતા તેઓ ને એક્મો મશીન પર રાખવામાં આવ્યા છે અને હાલ રાજકોટથી ચેન્નાઇની એમજીએમ હોસ્પિટલમાં શિફ્ટ કરવામાં આવ્યા છે. શિફ્ટ કરાયા બાદ ત્યાં તેઓ સ્ટેબલ થઇ ગયા છે અને કોઇ મુશ્કલી આવી નથી. હવે ડોક્ટર સારવાર શરૂ કરશે. નીતિનભાઇ ભારદ્વાજે જણાવ્યું હતું કે, અભયભાઇની તબિયત સ્થિર છે અને એક બાદ એક સારવાર શરૂ કરવામાં આવશે. ડો.બાલાકૃષ્ણ તેમની સારવાર કરી રહ્યા છે અને હાલ કોઇ તકલીફ નથી હોવાનું મીડિયા મારફતે જણાવાયું છે.
