દેશ ના પશ્ચિમ બંગાળ, બિહાર અને આસામ સહિત સિક્કીમ-નેપાળ સરહદ પર આજે સોમવારે રાત્રે 8:49 વાગ્યા ના અરસા માં ભૂકંપના ના આંચકા આવતા લોકો માં ભારે ગભરાટ ફેલાયો હતો. આ ભૂકંપ ની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 5.4 નોંધાઇ હતી. ભૂકંપના આંચકા પશ્ચિમ બંગાળ, બિહાર અને આસામમાં પણ અનુભવાયા છે. મળતી માહિતી પ્રમાણે ભૂકંપને લીધે કોઈ નુકસાન ના અહેવાલ નથી. ભૂકંપને લીધે લોકો ઘર બહાર દોડી ગયા હતા.
અહેવાલ પ્રમાણે ભૂકંપનું કેન્દ્ર બિંદુ સિક્કીમની રાજધાની ગંગટોકથી 25 કિમી ઉત્તર-પૂર્વ દિશામાં જમીનમાં 10 કિમી ઉંડાઈ પર હતું. એવી પણ માહિતી મળી છે કે સિક્કીમ, નાગાલેન્ડ, મેઘાલય, અરુણાચલ પ્રદેશમાં પણ ભૂકંપ ના આંચકા નો લોકો એ અહેસાસ કર્યો હતો. પડોશી દેશ ભૂટાન અને નેપાળના કેેટલાક ભાગોમાં પણ ભૂકંપના આંચકા અનુભવાયા હોવાનું ન્યૂઝ એજન્સી એ જણાવ્યું હતું.
