સુપ્રીમ કોર્ટના નિર્ણય બાદ રાજ્યની જનતાને સંબોધતા તેમણે તેમના કાર્યકાળ દરમિયાન લીધેલા નિર્ણયોનો ઉલ્લેખ કર્યો. તેમણે કહ્યું કે અમારા સારા કાર્યોની નોંધ લેવામાં આવી. અમે શહેરોના નામ બદલવાનો નિર્ણય કર્યો. આ દરમિયાન ઉદ્ધવ ઠાકરેએ સોનિયા ગાંધી અને શરદ પવારના વખાણ કર્યા હતા.
ઉદ્ધવ ઠાકરેએ કહ્યું કે ન્યાયના દેવતાએ ચુકાદો આપ્યો છે, ફ્લોર ટેસ્ટ માટે કહ્યું છે. રાજ્યપાલનો પણ આભાર. લોકશાહીનું પાલન કરવું જોઈએ. અમે તેનું પાલન કરીશું. બળવાખોરો પર નિશાન સાધતા શિવસેના પ્રમુખે કહ્યું કે તમારે સામે આવીને વાત કરવાની જરૂર હતી. સુરત અને ગુવાહાટી જવાનું ન હતું. આમ તેઓ વ્યથિત જણાયા હતા અને રાજીનામા અંગે ફેસબુક ઉપર જાહેરાત કરી છે.
મહારાષ્ટ્રમાં ફ્લોર ટેસ્ટ પહેલા મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ રાજીનામું આપી દીધુ છે. સુપ્રીમ કોર્ટના આદેશ બાદ મુખ્યમંત્રીએ ફેસબુક દ્વારા મહારાષ્ટ્રની જનતાને સંબોધિત કરતા આ જાહેરાત કરી હતી.