નવી દિલ્હીઃ ઘરેલુ હિંસાના મામલે સ્ત્રીના મામલે સુપ્રીમ કોર્ટે ઐતિહાસિક નિર્ણય લીધો છે. સંપત્તિ માલિક જો પારિવારિક સંબંધમાં હોય તો વહુ પતિના હક ધરાવતા મકાનમાં રહી શકે છે. એટલે કે સાસુ-સસરા જો કૌટુંબિક સંબંધમાં હોય તો બહુ હકદાર સંપત્તિમાં રહી શકે છે. સુપ્રીમ કોર્ટે હાઇકોર્ટના નિર્ણયની વિરુદ્ધ સસરાની અરજી ફગાવી દીધી જેમાં હાઇકોર્ટે કહ્યુ કે, બહુને તેના સાસરાના ઘરમાં તે સ્થિતિમાં રહેવાનો અધિકાર છે જ્યારે તે એ વાત સાબિત કરે કે તે ઘરેલુ હિંસાનો શિકાર થઇ છે અને સંપત્તિના માલિકની સાથે તે કૌટુંબિક સંબંધ ધરાવે છે.
સસરાએ વહુને પોતે ખરીદેલુ ઘર ખાલી કરાવવું જણાવ્યુ હતુ અને ટ્રાયલ કોર્ટે આવો આદેશ આપ્યો હતો પરંતુ હાઇકોર્ટ અને સુપ્રીમ કોર્ટે ટ્રાયલ કોર્ટે આદેશ ફગાવી દીધો. સુપ્રીમ કોર્ટે હાઇકોર્ટના આ ચુકાદાને યોગ્ય ઠરાવ્યો છે જેમાં હાઇકોર્ટે કહ્યુ કે, ટ્રાયલ કોર્ટ આ કેસની ફેર સુનાવણી કરે. હાઇકોર્ટે કહ્યુ કે, જો અરજકર્તા (સસરા)ની સંપત્તિમાંથી વહુને બેદખલ કરવાનો આદેશ આપે તો લગ્ન સંબંધ રહે ત્યાં સુધી મહિલા (વહુ)ને વૈકલ્પિક ઘર આપવુ જોઇએ અને તે ખર્ચની જવાબદારી મહિલાના પતિ અને સસરા કરશે. સુપ્રીમ કોર્ટે સ્પષ્ટ કર્યુ કે, ઘરેલુ હિંસાનો આદેશ સિવિલ સ્યૂટમાં પુરાવો બનશે. પરંતુ સિવિલ સ્યૂટનો નિર્ણય પુરાવા મુજબ થશે.
ન્યાયાધીશ અશોક ભૂષણની અધ્યક્ષતાવાળી ત્રણ જજની બેંચે તરુણ બત્રા મામલામાં બે જજની બેંચના નિર્ણયને રદ કર્યો. મહત્વનું છે કે, તરૂણ બત્રા મામલામાં બે જજોની ખંડપીઠે કહ્યું હતું કે કાયદામાં પુત્રીઓ તેમના પતિના માતાપિતાની સંપત્તિમાં રહી શકતી નથી. હવે ત્રણ સભ્યોની બેંચે તરુણ બત્રાના નિર્ણયને પલટવાર કરી દીધો છે અને 6-7 પ્રશ્નોના જવાબો આપ્યા છે. કોર્ટે કહ્યું કે પુત્રવધૂનો અધિકાર માત્ર પતિની અલગ સંપત્તિમાં જ નહીં, પણ ભાગીદારીનાં મકાનમાં પણ હક હોય છે. ટ્રાયલ કોર્ટે વહુને સસરાએ ખરીદેલા મકાનમાંથી બહાર નીકળવાનો આદેશ આપ્યો હતો.