મહારાષ્ટ્રમાં રાજકીય ઉથલપાથલ વચ્ચે શિંદે જૂથને સુપ્રીમ કોર્ટમાંથી મોટી રાહત મળી છે.
સુપ્રિમ કોર્ટે શિંદે જૂથના 16 ધારાસભ્યોને ગેરલાયક ઠેરવવાના કેસમાં સુનાવણી મોકૂફ રાખી છે. કોર્ટે કહ્યું છે કે આ મામલે બેન્ચની રચના કરવામાં આવશે. આ પ્રક્રિયામાં સમય લાગશે.
આ સિવાય સુપ્રીમ કોર્ટે ઉદ્ધવ જૂથને રાહત આપતા મહારાષ્ટ્ર વિધાનસભાના અધ્યક્ષને આદેશ આપ્યો છે કે જ્યાં સુધી આ મામલે સુનાવણી પૂર્ણ ન થાય ત્યાં સુધી સ્પીકર કોઈ નિર્ણય લેશે નહીં.
ઉદ્ધવ જૂથના વકીલ કપિલ સિમ્બલ દ્વારા જ્યાં સુધી સુપ્રીમ કોર્ટ સુનાવણી ન કરે ત્યાં સુધી સ્પીકરને નિર્ણય લેવા પર રોક લગાવવી જોઈએ તેવી માંગ કરાઈ હતી જે માન્ય રાખવામાં આવી હતી.