સુપ્રીમ કોર્ટે વિજય માલ્યાને અવગણનાના કેસમાં ચાર મહિનાની સજા સંભળાવી છે.
આ સાથે બે હજાર રૂપિયાનો દંડ પણ ફટકારવામાં આવ્યો છે. માલ્યાને 2017માં સંપત્તિની સચોટ વિગતો ન આપવા બદલ કોર્ટના આદેશોને અવગણવા બદલ દોષિત ઠેરવવામાં આવ્યા હતા.
સુપ્રીમ કોર્ટે ભાગેડુ ઉદ્યોગપતિ વિજય માલ્યાને અવગણનાના કેસમાં ચાર મહિનાની સજા સંભળાવી છે. આ સાથે બે હજાર રૂપિયાનો દંડ પણ ફટકારવામાં આવ્યો છે. દંડ ન ભરે તો કોર્ટે તેને બે મહિનાની વધારાની કેદની સજા પણ ફટકારી છે. આ સિવાય વિદેશમાં ટ્રાન્સફર કરાયેલા $40 મિલિયનને પણ 4 અઠવાડિયામાં ચૂકવવા માટે કહેવામાં આવ્યું હતું.
9,000 કરોડથી વધુની બેંક છેતરપિંડીનો આરોપી ભાગેડુ ઉદ્યોગપતિ વિજય માલ્યા વિરુદ્ધ કોર્ટની અવગણના કેસમાં સજાની મુદત પર સુપ્રીમ કોર્ટ 11 જુલાઈએ પોતાનો ચુકાદો સંભળાવ્યો હતો.
અત્રે નોંધનીય છે કે માલ્યા પર તેની કિંગફિશર એરલાઈન સાથે સબંધિત રૂ. 9,000 કરોડના બેંક લોન કૌભાંડમાં સામેલ હોવાનો આરોપ છે અને તેને કોર્ટના અવગણના કેસમાં દોષિત ઠેરવવામાં આવ્યો હતો. અદાલતે તેને અદાલતના આદેશોનો અવગણના કરીને તેના બાળકોના ખાતામાં 4 કરોડ ડોલર મોકલવા બદલ અવગણ માટે દોષિત ઠેરવ્યો હતો.