દેશ માં સૌ પ્રથમવાર સુપ્રીમ કોર્ટ ના જજ સામે સરકાર ઉઠલાવવાના પ્રયાસ નો આરોપ લાગતા ભારે હંગામો મચી ગયો છે. આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી જગનમોહન રેડ્ડીએ સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશ પર ગંભીર આરોપો લગાવી સનસનાટી મચાવી દીધી છે. રેડ્ડીએ ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયા જસ્ટિસ એસ.એ.બોબડેને લખેલા પત્રમાં તેમણે આરોપ લગાવ્યો છે કે સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશ એન.વી.રમન્ના, પૂર્વ સીએમ ચંદ્રબાબુ સાથી મળીને સરકાર ઉઠલાવવા નો પ્રયાસ કરી રહ્યા છે
આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી જગનમોહન રેડ્ડીએ સીજેઆઈ જસ્ટિસ બોબડેને એક પત્ર લખીને સુપ્રીમ કોર્ટના જસ્ટિસ એનવી રમન્ના સામે ગંભીર આરોપો લગાવ્યા છે. સીએમ જગનમોહનનો આરોપ છે કે જસ્ટિસ રમન્નાની પુત્રીઓ જમીનની ખરીદીમાં સામેલ રહ્યા છે.
સીએમ જગનમોહને પોતાની ફરિયાદમાં કહ્યું કે જસ્ટિસ રમન્ના સરકારને અસ્થિર કરવામાં નાયડુને સમર્થન આપી રહ્યા છે. તે હાઈકોર્ટના કામમાં દખલ કરી રહ્યો છે અને ન્યાયાધીશોને પ્રભાવિત કરી રહ્યા છે. રેડ્ડીના જણાવ્યા અનુસાર રમન્ના ટીડીપીના પ્રમુખ ચંદ્રબાબુ નાયડુના હિતોની રક્ષા માટે આમ કરી રહ્યા છે.
દેશમાં આ પ્રકારની ઘટના પ્રથમ બનીકે કે જ્યારે મુખ્યમંત્રીએ ન્યાયાધીશ વિરુદ્ધ ચીફ જસ્ટિસને ફરિયાદ કરી હોય.
આમ હવે સમય બદલાયો છે અને સુપ્રીમ ના જજ સામે પણ શંકાઓ ઉઠતા ન્યાય પ્રણાલી જોખમ માં આવી પડી છે.
