ફિલ્મ ઇન્ડરસ્ટ્રીઝ માં સુશાંત સિંહ આત્મહત્યા કેસ મામલે સુશાંત ને આત્મહત્યા કરવા પ્રેરિત કરનાર લોકો ની તપાસ ચાલુ છે ત્યારે બિહારના મુઝફ્ફરપુરની કોર્ટમાં કરણ જોહર, સંજય લીલા ભણસાલી, સલમાન ખાન અને એકતા કપૂર સહિત આઠ લોકો વિરુદ્ધ સુશાંત સિંહનીઆત્મહત્યાના મામલે કેસ નોંધાતા ભારે ચકચાર મચી ગઇ છે.
સુધીર કુમાર ઓઝા નામના વકીલે આ કેસ ફાઈલ કર્યો છે. તેમણે જણાવ્યું કે કરણ જોહર, સંજય લીલા ભણસાલી, સલમાન ખાન અને એકતા કપૂર સહિત આઠ લોકો વિરુદ્ધ સુશાંત સિંહ રાજપૂતની આત્મહત્યા સાથેના કનેક્શનમાં IPCનીસેક્શન 306, 109, 504 અને 506 હેઠળ કેસ ફાઈલ કર્યો છે. આ ફરિયાદમાં જણાવાયું છે કે, સુશાંતને સાત ફિલ્મ્સમાંથી હાંકી કાઢવામાં આવ્યો હતો અને તેની અમુક ફિલ્મ્સ રિલીઝ કરવામાં આવી ન હતી અને તેને ભયંકર રીતે માનસિક ટોર્ચર કરવામાં આવતા અંતિમ પગલું ભરે તે માટે આવી સ્થિતિ ઉભી કરવામાં આવી હતી.તેથી સીધી કે પરોક્ષ રીતે આ લોકો જવાબદાર છે.
અત્રે ઉલ્લેખનીય છે કે કોંગ્રેસના નેતા સંજય નિરુપમે પણ કેટલાક સવાલો ઉઠાવ્યા હતા કે સુશાંતે સાઈન કરેલી સાત ફિલ્મ્સતેના હાથમાંથી છીનવાઈ ગઈ હતી. તેમણે લખ્યું કે, ‘છિછોરે હિટ ગયા બાદ સુશાંત સિંહ રાજપૂતે સાત ફિલ્મો સાઈન કરી હતી. જે છ મહિનામાં આ તમામ ફિલ્મો જતી રહી હતી એવું શું કામ થયુ? ફિલ્મ ઇન્ડસ્ટ્રીની નિષ્ઠુરતાએ એક ટેલેન્ટેડ વ્યક્તિનો જીવ લઇ લીધો.’ હોવાની વાત ભારે ચર્ચસ્પદ બની છે અને આ મામલા માં નવા સમીકરણો બદલાતા જવાની શક્યતાઓ વ્યક્ત કરાઇ રહી છે.
