સુશાંત સિંહ રાજપૂત ના અણધાર્યા મોત બાદ તેના લાખ્ખો ફેન્સ આઘાત માં સરી પડ્યા હતા ત્યારે આ વાત ની ખબર પડતાં સુશાંત ના પિતાજી બેભાન થવા ની ઘટના બાદ સુશાંત ના પિતરાઈ ભાઈ ના પત્ની પણ પોતાના દિયર ના મોત ની ખબર ને લઈ ભારે આઘાત માં સરી પડ્યા હતા અને જ્યારે સુશાંતસિંહ ના પાર્થિવ દેહ ને મુંબઇ માં વિલેપારલે ખાતે ના સ્મશાન ઘાટ માં અગ્નિદાહ અપાયો ત્યારે તે આઘાત સહન ન કરી શકતા સુશાંત ના ભાભી સુધાદેવી નું પણ મોત થઈ ગયુ હતુ આ ઘટના ને લઈ મૃતક ના પરીવાર માં બીજો મોત નો બનાવ બનતા પરિવાર ઉપર દુઃખ નો ડુંગર તૂટી પડ્યો છે.
ભાભી સુધાદેવી એ જ્યારે પોતાના દીકરા સમાન સુશાંત ના મોત ના સમાચાર મળ્યા ત્યાર થી આઘાત માં સરી પડ્યા હતા અને ખાવા પીવાનું છોડી દીધું હતું અને અંતે તેઓએ પણ આઘાત જીરવી નહિ શકતા તેમનુ નિધન થઈ ગયું હતું ,તેઓ બિહાર ના પૂર્ણિયા જિલ્લા ના મલડીહા ગામે રહેતા હતા જ્યાં સુશાંત નું પોતાનું ગામ માં ઘર પણ છે હાલ ગામ માં ઘરેઘરે શોક નો માહોલ છે.
