આજે શુક્રવારે ખુલતાની સાથે જ સ્થાનિક શેરબજાર તૂટી પડ્યું હતું. શરૂઆતના કારોબારમાં જ સેન્સેક્સ લગભગ 647.78 પોઈન્ટ તૂટ્યો હતો. હાલમાં તે 58,557.28 પોઈન્ટ પર ટ્રેડ થઈ રહ્યો છે.
શુક્રવારે ખુલતાની સાથે જ સ્થાનિક શેરબજાર તૂટી પડ્યું હતું.
શરૂઆતના કારોબારમાં જ સેન્સેક્સ લગભગ 647.78 પોઈન્ટ તૂટ્યો હતો. હાલમાં તે 58,557.28 પોઈન્ટ પર ટ્રેડ થઈ રહ્યો છે.
બીજી તરફ નિફ્ટી પણ 148 પોઈન્ટ ઘટીને 17743.95 પોઈન્ટ પર પહોંચી ગયો છે.
બજારમાં અદાણી ગ્રુપના શેરમાં ભારતી ઘટાડો જોવા મળી રહ્યો છે. અદાણી ગ્રુપના શેરમાં 16 ટકા સુધીનો ઘટાડો નોંધાયો છે. બીજી તરફ ટાટા મોટર્સના શેરમાં છ ટકાનો ઉછાળો જોવા મળ્યો છે.
અદાણી એન્ટરપ્રાઇઝિસનો FPO આજથી શરૂ થઈ રહ્યો છે.
આ ઈતિહાસનો સૌથી મોટો FPO છે, આ FPOની કિંમત 20 હજાર કરોડ રૂપિયા છે. આ FPO 31 જાન્યુઆરી સુધી ચાલશે. આ FPOની પ્રાઇસ બેન્ડ પ્રતિ શેર 3112-3276 રૂપિયા નક્કી કરવામાં આવી છે.