ફિલ્મ જગત માં ખુબજ ચકચાર જગાવનાર અભિંનેતા સુશાંત સિંહ રાજપુત આત્મહત્યા કેસ માત્ર સુસાઇડ નો બનાવ હોવાની તપાસ કરીને પોલીસ તેની ફાઇલ બંધ જ કરવા ઉપર હતી ત્યાંજ આ સ્ટોરી ની જે શરૂઆત થાય છે તે અનેક એવી વાતો જે પોલીસ મેળવી નહોતી તે અચાનક જ સુશાંત ના પિતાએ પોલીસ સમક્ષ કરતા પોલીસ તપાસ ની અધૂરી કડીઓ ફટાફ્ટ મળવા લાગી હતી ભલે આ કેસ ટેકનિકલી એક આત્મહત્યા લાગતો હોય પણ તેની પાછળ પૈસા નો ખેલ કામ કરી ગયો હોવાની વાત સામે અવતાજ સનસનાટી મચી ગઇ છે અને આ રહસ્યમય કેસ માં અભિનેત્રી અને સુશાંતની ખાસ ગર્લ ફ્રેન્ડ રિયા ચક્રવર્તી પર અનેક સનસનાટીપૂર્ણ આરોપો લાગ્યા છે જે જોઈ પોલીસ ચોકી ઉઠી છે.
મુંબઈ પોલીસે રિયાની તાજેતરમાં જ ધરપકડ કરી હતી. ત્યાર બાદ અનેક બોલિવૂડ દિગ્ગજોના નિવેદન નોંધવામાં આવ્યા હતાં. કેસની તપાસ ચાલી રહી છે પણ હજી સુધી આ કેસમાં કઈં ખાસ સામે આવ્યું નહોતુ. હવે 43 દિવસ બાદ સુશાંતના પિતા કે કે સિંહે રિયા અને તેના પરિવારજનો પર જે સનસનાટીપૂર્ણ આરોપ લગાવ્યા છે તે ચોંકાવનારા છે. સુશાંતના પિતાએ બિહારની રાજધાની પટનામાં રિયા અને તેના પરિવારજનો ઈન્દ્રજીત ચક્રવર્તી, સંધ્યા ચક્રવર્તી, શોવિક ચક્રવ વિરૂદ્ધ અનેક કલમોનો કેસ દાખલ કર્યો છે. આ ફરિયાદ બાદ દેશભરમાં ફરી એકવાર સુશાંત સિંહ આત્મહત્યા કેસ ચર્ચાનો વિષય બન્યો હતો.
સુશાંતના પિતાએ જણાવ્યું હતું કે, રિયા અને તેના પરિજન ઈન્દ્રજીત ચક્રવર્તી, સંધ્યા ચક્રવર્તી, શોવિક ચક્રવર્તીએ મારા દિકરા સાથે ખુબ જ નજીકના સંબંધો કેળવી લીધા હતા કે છેલ્લે તો તેઓ સુશાંતના અંગત મામલાઓમાં પણ દખલ કરવા લાગ્યા હતા અને પોતાનો દિકરો સુશાંત જ્યાં રહેતો હતો તે ઘરને પણ એમ કહીને ખાલી કરાવી દીધું કે તે ઘરમાં ભૂત-પ્રેત છે. આ વાતની અસર સુશાંત ના મગજ ખુબજ થઈ હતી અને ત્યાર બાદ મુંબઈ એરપોર્ટ નજીક એક રિસોર્ટમાં તેને રોકવામાં આવ્યો હતો.
કેકે સિંહે રહસ્ય ઉપર થી પડદો હઠાવી જણાવ્યું કે સુશાંત ને ઘર છોડાવ્યા બાદ રિયા સારવારના બહાને પોતાના મુંબઈ ખાતેના ઘરમાં લઈ ગઈ અને ત્યાં તેને દવાઓનો ઓવરડૉઝ આપવામાં આવ્યો હતો, રિયાએ તો બધાને એમ જ કહ્યું હતું કે, સુશાંતને ડેંગ્યુ થઈ ગતો છે અને તેની સારવાર ચાલી રહી છે. પરંતુ હકીકત એ હતી કે સુશાંતને ક્યારેક ડેંગ્યુ થયો જ નહોતો. આ દરમિયાન જ રિયા અને તેના પરિજનોએ સુશાંતની તમામ મોંઘી ચીજવસ્તુઓ પર કબજો જમાવી લીધો અને સુશાંત પણ ધીમે ધીમે અમારાથી દૂર થતો ગયો હતો આ વાસ્તવિકતા છે.
એફઆઈઆર પ્રમાણે વાત કરીએ તો રિયાએ સુશાંતની સામે એક શરત મૂકી હતી કે, જે પ્રોજેક્ટમાં રિયા સાથે હોય એટલા જ પ્રોજેક્ટમાં સુશાંત કામ કરશે. આ સિવાય રિયા સુશાંતના કરોડો રૂપિયાની પ્રોપર્ટી પર નજર રાખીને બેઠી હતી. સુશાંતના પિતાએ પોતાની ફરિયાદમાં કહ્યું હતું કે, “મારો પુત્ર સુશાંત ફિલ્મની લાઇન છોડીને કેરળમાં ઓર્ગેનિક ખેતી કરવા માગતો હતો, તેનો મિત્ર મહેશ તેની સાથે કુર્ગ જવા તૈયાર હતો, તો રિયાએ વિરોધ કર્યો કે તારે ક્યાંય નથી જવાનું “ ત્યારબાદ તે શાંત થઈ ગયો હતો અને માનસીક રીતે ડિસ્ટર્બ થઈ ગયો હતો.
સુશાંતના પિતાના જણાવ્યા પ્રમાણે, રિયાએ સુશાંતને કહ્યું હતું કે જો તું મારી વાત નહીં માને તો હું મીડિયામાં તારો મેડિકલ રિપોર્ટ આપીશ અને બધાને કહીશ કે તું પાગલ છે. જ્યારે રિયાને લાગ્યું કે સુશાંત સિંહ તેને સ્વીકારી રહ્યો નથી અને તેનું બેંક બેલેન્સ ખૂબ ઓછું છે. ત્યારે રિયાએ વિચાર્યું કે હવે સુશાંત સાથે રહેવાનો કોઈ ફાયદો નથી. પછી રિયા સુશાંત સાથે ન રહી અને તારીખ 8-6-2020ના રોજ સુશાંતના ઘરેથી રોકડ રકમ, ઝવેરાત, લેપટોપ, પાસવર્ડ, ક્રેડિટ કાર્ડ, તેનો પિન નંબર તેમજ સુશાંતના અગત્યના દસ્તાવેજો, સારવારના તમામ કાગળો લઈ જતી રહી હતી અને ત્યારબાદ ખુબજ હતાશ રહેલો સુશાંતે આ દુનિયા છોડી ચુક્યો છે.
અત્રે ઉલ્લેખનીય છે કે ફિલ્મો માં પણ સુશાંત ની સફળતા જોઈ અનેક સિનિયર નારાજ હતા અને ઇવેન્ટ કે જાહેર કાર્યક્રમો માં સુશાંત ને વાત વાત માં ઉતારી પાડતા હતા અને ફિલ્મો મા પણ રૂકાવટો ઊભી કરતા હતા આમ ચારે બાજુ થી ઘેરાયેલા અને માનસિક રીતે પડી ભાંગેલા સુશાંતે આખરે દુનિયા ને અલવિદા કર્યુ હોવાની હકીકત બહાર આવતા ચિત્ર સ્પષ્ટ થઈ રહ્યું છે.
