ફિલ્મી ઇન્ડસ્ટ્રીઝ માં ચાલતા ગોરખધંધા હવે ખુલીને બહાર આવી રહ્યા છે અહીં ડ્રગ્સ,શરાબ,ગંદકી નો માહોલ છે અહીં આવતી યુવતીઓ ને ફિલ્મ માં રોલ આપવાનું કહી તેઓનું બાપ ની ઉંમર ના લંપટ ઈસમો ચુથતા રહે છે પછી અન્ય લોકો આજ ધંધો કરતા રહે છે, ઘરે થી માતાપિતા ના સપના પૂર્ણ કરવા નીકળેલી યુવતી ની હાલત કોલગર્લ થી બદતર થઈ જાય છે. તે કાસ્ટિંગ કાઉચ નો શિકાર બને છે. ગઈકાલે જ મીડિયા માં અહેવાલો આવ્યા જે મુંબઇ માં એક હોટલ માંથી સેક્સ રેકેટ પકડાયું તેમાં ફિલ્મ અને ટીવી સિરિયલ ની હિરોઇન પોતાના દેહનો વેપાર કરતી હોવાની વાત સામે આવી છે રૂ.10 લાખ માં આ બધી મજબુર કામ વગર ની હિરોઇન પ્રોફેશનલ કોલગર્લ બની ચુકી છે ત્યારે પરદા ઉપર દેખાડતી વાતો અને વાસ્તવિકતા બધુજ અલગ હોય છે તે આવનારી પેઢી સમજે તે જરૂરી છે.
બાળકો જ્યારે સ્કૂલ માં અભ્યાસ કરે છે ત્યારે શાળા માં એન્યુઅલ ડે કે અન્ય સંસ્કૃતિક કાર્યક્રમો દરમ્યાન બાળક જયારે સ્ટેજ ઉપર ફિલ્મી ગીત ઉપર ઠુમકા મારે ત્યારે માતાપિતા ખુબજ રાજી થાય છે અને બાળક ની વાહવાહ કરે છે અને સગા સબંધીઓ ને ફોટા બતાવી ગર્વ અનુભવે છે પણ તેઓ એક વાત ભૂલી જાય છે કે તે બાળક ના મન માં એક વાત ઠસી જાય છે કે મારા માતાપિતા કેટલા ખુશ છે ચાલ તેમને વધુ ખુશ કરવા ફિલ્મ કે મોડેલિંગ કરી તેમને વધુ ખુશ કરું તેવી ભાવના નાનપણ થી ઘર કરી જાય છે આ પૈકી કેટલાક પરિવારો માંથી ઘણી બાળા આ ફિલ્ડ માં બેઠેલા લોકો નો સંપર્ક કરી બરબાદી ને આમંત્રણ આપે છે બધાજ નહિ પણ મોટાભાગ ના લંપટ લોકો માત્ર દેહ ભૂખ્યા જ હોય છે અને જાળ માં ફસાયેલી નવી નવી કિશોરીઓ ને ચુથતા રહે છે.
આ વાત એકદમ વાસ્તવિક હોવાની જાણકારો માં જાહેર જગ્યાઓ ઉપર ચર્ચા કરતા જોવા મળે છે પણ અમલ કોણ કરે.
કમસે કમ શાળાઓ માં નાના કુમળી વયના બાળકો ને જ્યાં માત્ર સારું શિક્ષણ અને સંસ્કાર મળે તેવો માહોલ બનાવી રાખવો જોઈએ અને માં સરસ્વતી ના ધામ માં આવેલું બાળક નાનપણ થી આવી બધી બદીઓ થી દુર રહે તે માટે એટલીસ્ટ શાળાઓ માં સંસ્કૃતિક કાર્યક્રમમાં ફિલ્મી ગીતો સિવાય ના કાર્યક્રમ રાખવા જોઈએ તેવી બુદ્ધિજીવી વર્ગ માં માંગ ઉઠી છે.
