રાજસ્થાનમાં મૃત્યુ પછી બાર દિવસે કે 13 દિવસે થતા જમણવાર ને બારમું કે તેરમું અથવા તો કારજ કહેવાય છે અને આ પરંપરા ખુબજ જૂની છે જે પરંપરા હવે રાજસ્થાન સરકાર બંધ કરવા જઈ રહી છે અને કોઈ વ્યક્તિ તેના મૃતક સ્વજન પાછળ જમણવાર યોજશે તો તેને એક વર્ષની સજા અને એક હજાર રૂપિયાનો દંડ ફટકારવામાં આવશે.
ડીઆઈજી કિશન સહાયએ તમામ એસપીને કારજના જમણવાર પર લગામ લગાવવા માટેનો આદેશ આપ્યો છે. આદેશ અનુસાર,કારજના જમણવારનીમાહિતી ન આપવા પંચ, સરપંચ સિવાય સરકારી એકાઉન્ટન્ટ પર પણ સખ્ત કાર્યવાહી કરવામાં આવશે.
આ કાયદો આમતો 1960મા બન્યો હતો પરંતુ પરંપરાગત આસ્થા નો વિષય હોવાથી બધું એમજ ચાલતું રહ્યું હતું પરંતુ હવે કડકાઈથી અમલ થઈ રહ્યો છે
સરકારે મૃત્યુ પછી થતા કારજના જમણવારને બંધ કરવા માટે કોઈ નવો કાયદો બનાવ્યો નથી. 1960માં કારજનોજમણવારન થાય તે માટે કાયદો બનાવવામાં આવ્યો હતો. પોલીસને આ નિયમનું પાલન કરાવવાનું કહેવામાં આવ્યુંછે. કાયદા અંતર્ગત કોઈ પણ મૃત્યુ પછી કારજનોજમણવાર ન કરી શકે. આ સિવાય તેમાં કોઈ સામેલ પણ ન થઈ શકે. ડીઆઈજી કિશન સહાયે જણાવ્યું કે કારજના જમણવારને રોકવા માટે પહેલેથી જ કાયદો છે. હવે ઉલ્લંઘન કરનારાઓ પર કાર્યવાહી કરવામાં આવશે.
જોકે, હાલ માં કોરોના ની સ્થિતિ માં આમેય કોઈ ના મૃત્યુ બાદ આવા જમણવાર ,બેસણું વગેરે લૌકીક પ્રસંગ બંધ થઈ ગયા છે પણ હવે તેનો અમલ કરશે અને આ પ્રથા ને કાયમ માટે બંધ કરી દેવામાં આવશે.
