દેશ માં બળાત્કાર ની વધી રહેલી ઘટનાઓ વચ્ચે પૂર્વ કેન્દ્રીય મંત્રી ચિન્મયાનંદ ઉર્ફે કૃષ્ણપાલ સિંહ સામે શરીર સબંધ મામલે કેસ કરનાર વિદ્યાર્થિની એ કોર્ટમાં જુબાની દરમિયાન પોતાના જ આરોપોથી ફેરવી તોળતા સ્વામી ને રાહત મળી છે જે બાદ પ્રોસિક્યુશન દ્વારા તેને હોસ્ટાઈલ જાહેર કર્યું હતું અને તેની સામે CRPCની ધારા 340 હેઠળ કેસ દાખલ કરવાની અરજી દાખલ કરી હતી. એમપી-એમએલએ કોર્ટના વિશેષ જજ પવન કુમાર રાયે કેસને દાખલ કરવા માટે આદેશ આપ્યો છે. આ મામલે વધુ સુનાવણી 15 ઓક્ટોબરે થશે.સરકારી વકીલ અભય ત્રિપાઠી મુજબ, ગત વર્ષે પાંચ સપ્ટેમ્બરે પીડિતાએ ચિન્મયાનંદ પર યૌન સંબંધ બનાવવા માટે પોતાની કસ્ટડીમાં રાખવાના નવી દિલ્હીમાં પોલીસ કેસ કર્યો હતો. તેના પિતા દ્વારા શાહજહાંપુરમાં દાખલ કેસમાં આ FIRને મર્જ કરી દીધી હતી. SITએ પીડિતાનું નિવેદન નોંધવાની સાથે મામલાની તપાસ શરૂ કરી હતી. શાહજહાંપુરમાં પણ પીડિતાનું મેજિસ્ટ્રેટની સામે નિવેદન લેવામાં આવ્યું હતું. પીડિતાએ પોતાના બંને નિવેદનોના વિપરીત 9 ઓક્ટોબરે પોતાનો પક્ષ રાખ્યો હતો.27 ઓગસ્ટ 2019ના રોજ ચિન્મયાનંદ કેસમાં પીડિતાના પિતાએ શાહજહાંપુરમાં FIR કરી હતી કે તેમની પુત્રી LLM કરી રહી છે. તે કોલેજના હોસ્ટેલમાં રહેતી હતી. 23 ગસ્ટે તેનો મોબાઈલ બંધ હતો. ફેસબુક પર તેનો વીડિયો જોયો, જેમાં સ્વામી ચિન્મયાનંદ તેમજ અન્ય લોકો તેને દુષ્કર્મ તેમજ જાનથી મારી નાખવાની ધમકી આપતાં હતા. તેમની પુત્રીએ રૂમને તાળું મારી દીધું હતું. તેણે મીડિયાની સામે વીડિયો તેમજ પુત્રીનો રૂમ સીલ કરવાની માગ કરી હતી. આ મામલામાં 20 સપ્ટેમ્બરે 2019ના રોજ ચિન્મયાનંદને જ્યુડિશિયલ કસ્ટડીમાં જેલ મોકલી દીધા હતા. ચાર નવેમ્બર 2019એ એસઆઈટીએ આરોપ પત્ર દાખલ કર્યું હતું. 3 ફેબ્રુઆરી 2020ના રોજ હાઈકોર્ટે ચિન્મયાનંદને જામીન મંજૂર કર્યા હતા. આમ આ કેસ માં નવો વળાંક આવતા અનેક ચર્ચાઓ ઉઠવા પામી છે અને કેસ બાદ કોર્ટ માં ફરી જતા ફરિયાદી ને લઈ પોલીસ પ્રશાશન પણ યોગ્ય પગલાં ભરી નહિ શકતા હોવાના મામલા સામે આવી રહયા છે અને આરોપીઓ બિન્દાસ બની જતા ક્રાઈમ માં વધારો થઈ રહ્યા નું સપાટી ઉપર આવી રહ્યુ છે.
