સુરત ના હજીરા-ઘોઘા રો-પેક્સ ફેરી સર્વિસ નું પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે વર્ચ્યુઅલ લોકાર્પણ કરનાર છે ત્યારે દિવાળી પર્વ હોવાથી રો-પેક્સ ફેરી ના ઓનલાઈન બુકિંગ માં શરૂઆતના 24 કલાકમાં જ 3800 યાત્રી અને 1700 વાહનનું બુકિંગ થયું હોવાનું સૂત્રો એ જણાવ્યું હતું.
જેમાં 3800 પેસેન્જર ટિકિટ સહિત 800 કાર, 400 બાઇક અને 500 ગુડ્ઝ ટ્રકનું બુકિંગ થયુ છે.
જોકે, ઉદઘાટન અગાઉ ગતરોજ રો-પેક્સ ફેરીની યોજાયેલી ટ્રાયલ નિષ્ફળ રહેતા સવાલો ઉઠ્યા હતા. મુસાફરી ચાર કલાકની જગ્યાએ નવ કલાકમાં પૂર્ણ થઇ હતી તેમજ મધદરિયે જહાજના ઇલેક્ટ્રિક સર્કિટમાં ખામી આવવાની સાથે એન્જિનની ઓરિંગમાં પણ લીકેજ થતાં રો-પેક્સ ધીમી પડી ગઈ હતી. રો-પેક્સ ભાવનગરના ઘોઘાથી સવારના નવ વાગ્યે ઊપડી હતી અને સુરતના હજીરા બપોરના એક વાગ્યે પહોંચવાની હતી. દરિયાની વચ્ચે અચાનક ઇલેક્ટ્રિક સર્કિટમાં ખામી સર્જાઈ અને ટ્રાન્સમિશન પેનલ ખોરવાઇ જવાના કારણે ઘોઘા સુરત વચ્ચે નો સમય નવ કલાક લાગ્યો હતો. આમ પ્રથમ ગ્રાસે માક્ષિકા જેવો ઘાટ રહ્યો હતો.
