દિલ્હીઃ દેશ માં કોરોના ની ઝડપ વધી છે ત્યારે દેશ ની રાજધાની દિલ્હીના પ્રાદેશિક હવામાન કેન્દ્રમાં ફરજ બજાવતા એક કર્મચારીનું કોરોના વાયરસથી મોત થયું છે. મલ્ટી ટાસ્કિંગ સ્ટાફ તરીકે કામ કરી રહેલા હવામાન વિભાગના કર્મચારી ને કોરોના ના લક્ષણો સાથે દિલ્હી ની સફદરગંજ હોસ્પિટલમાં એડમિટ કરાયા હતા જેઓ નો રિપોર્ટ પોઝીટીવ આવ્યો હતો આ કર્મચારીના કોરોના થી મોત થયા બાદ હવામાન વિભાગમાં દોડધામ મચી ગઈ હતી.
પ્રાદેશિક હવામાન વિભાગ દ્વારા તમામ કર્મચારીઓને સતર્ક રહેવા જણાવાયું છે. કર્મચારીઓના સંપર્કમાં આવેલા અન્ય 10 કર્મચારીઓને ઘરે જ ક્વોરેન્ટાઈન રહેવા જણાવાયું છે. આ ઉપરાંત ઓફિસ પણ સેનેટાઈઝ કરવામાં આવી રહી છે. આમ હવામાન વિભાગ સુધી કોરોના ઘુસી જતા હાલ માં હવામાન ની આગાહી કરનારા ભારે ટેંશન માં છે.
