હાલ માં પોલ્યુશન રોકવા માટે દિલ્હી સહિત ના રાજ્યો માં ફટાકડા ફોડવા ઉપર પ્રતિબિંધ લાગી ગયો છે ત્યારે પરિસ્થિતિ સુધરતા હવે પ્રદૂષણ નિયંત્રણ માટે તેમ જ જાહેર સ્વાસ્થ્યને ધ્યાનમાં રાખીને ફટાકડા ફોડવા પર અન્ય રાજ્યો માં પણ અમલ કરવા ગતિવિધિ શરૂ થઈ છે.
ફટાકડા ફોડવા ઉપર રોક લગાવવાની માગ અંગેના મામલાનો વ્યાપ દિલ્હી-એનસીઆર સુધી વધારતાં નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલે (એનજીટી) ગુજરાત સહિત 18 રાજ્યો પાસેથી પણ જવાબ માગ્યો છે.
એનજીટીએ ગુજરાત, મહારાષ્ટ્ર, મ.પ્ર., બિહાર, આસામ, આંધ્ર, હિમાચલ, ચંદીગઢ, છત્તીસગઢ, જમ્મુ-કાશ્મીર, ઝારખંડ, કર્ણાટક, મેઘાલય, નાગાલેન્ડ, તમિલનાડુ, તેલંગાણા, ઉત્તરાખંડ તથા પ.બંગાળને નોટિસ પાઠવીને એ જણાવવા કહ્યું કે હવાની ખરાબ ગુણવત્તાને ધ્યાનમાં રાખીને ફટાકડા ફોડવા પર પ્રતિબંધ કેમ ન લાદવો? ત્યારે હવે પ્રદૂષણ ને નાથવા માટે સમૂહ માં ફટાકડા ફોડવા ઉપર પ્રતિબંધ આવી શકે તેવી શક્યતા જણાઈ રહી છે.
