કોરોના એ દુનિયાભર માં આતંક મચાવ્યો છે અને વારંવાર રૂપ બદલતા આ વાયરસ ને ખતમ કરવા દુનિયાભરમાં વૈજ્ઞાનિકો રીસર્ચ કરી રહ્યા છે ત્યારે આઈટી કંપની ટેક મહિન્દ્રાએ રીગેન બાયોસાયન્સ (Reagene Biosciences) સાથે મળીને એક નવો ડ્રગ મોલિક્યુલ એટલે કે દવા શોધી નાખી છે. આ દવા કોરોના વાઈરસ ને ખતમ કરવામાં પ્રારંભિક તબક્કામાં સફળ રહી છે. હવે કંપની આ દવાની પેટન્ટ કરાવવાની તૈયારીમાં છે. જેથી વધુ રિસર્ચ કરી શકાય.
ટેક મહિન્દ્રાના ગ્લોબલ હેડ ના કહેવા મુજબ જ્યાં પેટન્ટ ના થાય ત્યાં સુધી મોલિક્યુલના નામનો ખુલાસો કરવામાં નહીં આવે. ટેક મહિન્દ્રા અને રીગેન બાયોસાયન્સ રિસર્ચની પ્રક્રિયામાં છે. મેકર્સ લેબ ટેક મહિન્દ્રા રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ આર્મ છે.
8,000 મોલિક્યુલ પર રિસર્ચ કરાયુ હતું ત્યારબાદ તેમાં થોડી સફળતા મળી શકી છે.
મેકર્સ લેબ દ્વારા કોરોના વાઈરસનું કોમ્પ્યૂટેશન મોડલિંગ એનાલિસિસ શરૂ કરવામાં આવ્યું છે. આ કોમ્પ્યૂટેશન ડોકિંગ અને મોડલિંગ સ્ટડિઝના આધાર પર ટેક મહિન્દ્રા અને ભાગીદાર કંપનીએ FDAમાંથી માન્યતા મેળવીને 8 હજાર મોલિક્યુલમાંથી 10 ડ્રગ શોર્ટલિસ્ટ કર્યા છે. આ 10 ડ્રગ મોલિક્યુલને ટેક્નોલોજી દ્વારા ફિલ્ટર કરવામાં આવ્યા છે. તેના પર બેંગલુરુમાં પરિક્ષણ કરવામાં આવ્યું અને ત્યારપછી તેની સંખ્યા 3 થઈ ગઈ.
ત્યારપછી કંપનીએ 3D ફેફસાં તૈયાર કરીને તેના પર પરિક્ષણ કર્યું છે. તેમાં ખ્યાલ આવ્યો કે એક મોલિક્યુલ રિસર્ચ પ્રમાણે કામ કરી રહ્યો છે. સૂત્રોએ કહ્યું કે, તેઓ એ કોમ્પ્યૂટેશન એનાલિસિસ પૂરુ કર્યું આ ટેક્નોલોજી ભવિષ્યમાં દવાના રિસર્ચ માટે કામ લાગી શકે છે.
તેમણે કહ્યું કે, હજી આ દવા નો પ્રયોગ પ્રથમ જાનવરો પર રિસર્ચ કરવામાં આવી શકે છે. પરંતુ અમને વિશ્વાસ છે કે, ટેક્નોલોજિ બાયોલોજિકલ કોમ્પ્યૂટેશનમાં ડ્રગ ડિસ્કવરી મિકેનિઝમમાં ઘટાડો થશે. અમે તેની ક્ષમતાની તપાસ કરી રહ્યા છીએ.
આમ જો આ રિસર્ચ સફળ રહ્યું તો કોરોના ને ખતમ કરવામાં સફળતા મળી શકે છે.