ભારત માં હવે ટોલ પ્લાઝા ભૂતકાળ બની જશે આગામી સમય માં તમામ ટોલપ્લાઝા દૂર કરવામાં આવશે, કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ આ વાત ને સમર્થન આપતા જણાવ્યું કે આગામી બે વર્ષમાં દેશમાં ટોલ પ્લાઝા સંપૂર્ણપણે દૂર થઇ જશે, ટોલની ચૂકવણી જીપીએસ સિસ્ટમથી આપોઆપ થઇ જશે.
આ વ્યવસ્થાથી વાહનચાલકોએ ક્યાંય ટોલ પ્લાઝા પર થંભીને ટોલ ચૂકવવાની જરૂર નહીં રહે અને માર્ગ પરિવહન વધુ સરળ બનશે. સરકારને આશા છે કે જો બધું સમુંસૂતરું પાર પડશે તો આગામી 5 વર્ષમાં ટોલ કલેક્શનની આવક અંદાજે 1.34 લાખ કરોડ રૂ. સુધી પહોંચી શકે છે.
ગડકરીએ જણાવ્યું કે તાજેતરમાં એનએચએઆઇના અધ્યક્ષની હાજરીમાં ટોલ કલેક્શન માટે જીપીએસ ટેક્નિકનો ઉપયોગ કરીને એક પ્રેઝન્ટેશન અપાયું હતું. અમને આશા છે કે આગામી 5 વર્ષમાં ટોલની આવક 1.34 લાખ કરોડ રૂ. હશે. સરકારનું કહેવું છે કે ફાસ્ટેગ લાગુ કરવાથી ઇંધણની પહેલેથી બચત થઇ રહી છે અને પ્રદૂષણ પણ ઘટી રહ્યું છે.
જોકે, કેટલાક સ્થળે કર્મચારી ટોલ લઇ રહ્યા છે. ફાસ્ટેગથી કેશલેસ ટ્રાન્ઝેક્શન્સને પણ પ્રોત્સાહન મળી રહ્યું છે. નવેમ્બરમાં જારી કરાયેલા એનએચએઆઇના એક નિવેદન માં જણાવ્યા મુજબ, ફાસ્ટેગ અત્યાર સુધીના કુલ ટોલ કલેક્શનમાં લગભગ ત્રણ ચતુર્થાંશ આવક રળી આપે છે,આમ આગામી વર્ષો માં ટોલ પ્લાઝા નીકળી જશે અને જીપીએસ ટેક્નિક અમલ માં આવી જશે.
