કોરોના એ દેશ ને અસ્તવ્યસ્ત કરી નાખ્યો છે ત્યારે હવે પછી આવનારા સમય અંગે ચર્ચા વિચારણા માટે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ શનિવારે વીડિયો લિંક મારફતે પ્રેસ કોન્ફરન્સ કરી હતી. તેમણે કહ્યું કે દેશમાં આર્થિક મુશ્કેલીઓ નું તોફાન આવવાનું બાકી છે અને ખૂબ જ નુકસાન થવાનું છે. તેઓ ઈચ્છે છે કે સરકાર અમારી વાત સાંભળે.
રાહુલ ગાંધીએ કહ્યું કે આજે આપણા ગરીબ લોકોને પૈસાની જરૂર છે. હું પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને વિનંતી કરું છું કે તેઓ આ પેકેજ અંગે વિચાર કરે. તેમણે ડાયરેક્ટ બેન્ક ટ્રાન્સફર અંગે વિચાર કરવો જોઈએ. મનરેગા હેઠળ 200 દિવસની રોજગારી આપવામાં આવે. તેમણે કહ્યું કે અમે સાંભળ્યું છે કે રેટિંગ્સને લીધે સરકાર પૈસા આપતી નથી. એવું કહેવામાં આવી રહ્યું છે કે રાજકોષિય ખાધ વધે છે તો વિદેશી એજન્સીઓ ભારતનું રેટિંગ્સ ઓછું કરી દે છે. આમ રાહુલ ગાંધી એ પ્રેસ મારફતે કેન્દ્ર સરકાર ને મેસેજ આપી લોકો ને ફાયદો થાય તે રીતે સ્થિતિ મેનેજ કરવા જણાવ્યું છે કારણ કે હવે પછીનો સમય ખુબજ વિકટ આવવાનો છે.
