લંડન જવાનું વિચારી રહ્યા હોય તો હવે ખાનગી ફ્લાઇટ શરૂ થવા જઇ રહી છે અને તે પણ આરામદાયક અને નોનસ્ટોપ.
વિગતો મુજબ સરકારી એરલાઈન્સ એર ઇન્ડિયા બાદ હવે ખાનગી એરલાઈન્સ કંપની સ્પાઈસ જેટ દ્વારા મુંબઈ અને દિલ્હીથી લંડનની નોન સ્ટોપ ફ્લાઈટ 4 ડિસેમ્બરથી શરૂ કરશે. ફ્લાઈટનું રિટર્ન ભાડું 53,555 છે. મુંબઈ અને દિલ્હીથી જતા રૂ.25,555 તેમજ આવતા રૂ. 29,555 ભાડું છે. મુંબઈ અને દિલ્હીથી નવી ફ્લાઈટથી લંડન સહિત આસપાસના શહેરોના ગુજરાતીઓને સૌથી વધુ ફાયદો થશે. સ્પાઈસ જેટની આ ફ્લાઈટ દિલ્હીથી બે દિવસ અને મુંબઈથી એક દિવસ ઓપરેટ થશે. આમ હવે લંડન ની સીધી નોનસ્ટોપ સફર કરવા માટે વધુ સુવિધા નો ઉમેરો થતા લંડન માં રહેતા ભારતીયો માં અને પ્રવાસીઓ માં ખુશી ની લાગણી જોવા મળી રહી છે.
