દેશ માં ભારે ચકચાર જગાવનાર હાથરસ ગેંગરેપ કેસ માં SITને વધુ 10 દિવસનો સમય અપાયો છે, અગાઉ SITને સાત દિવસનો સમય આપવામાં આવ્યો હતો, જેની અવધિ આજે પૂરી થઈ જતા SITએ વધુ તપાસ માટે 10 દિવસ ના સમય ની માંગ કરતા ઉત્તર પ્રદેશ સરકારે મંજૂરી આપી હોવાનું જાણવા મળ્યું છે.
નોંધનીય છે કે ગૃહ સચિવ ભગવાન સ્વરુપની આગેવાનીમાં બનાવેલી SIT ની ટીમ તપાસ કરી રહી છે. છેલ્લા સાત દિવસોથી ઉત્તરપ્રદેશના ઉચ્ચ અધિકારીઓ ની બનેલી SIT સતત હાથરસનું સત્ય સામે લાવવા માટે તપાસ કરી રહી છે. SITએ પીડિત પરિવારના સભ્યોના નિવેદન પણ નોંધ્યા છે.
હાથરસ કેસમાં દરરોજ નવી જાણકારીઓ અને નવા ખુલાસાઓ થઈ રહ્યા છે. તેવામાં સંભાવના છે કે, SITના રિપોર્ટમાં કોઈ નવો ખુલાસો સામે આવી શકે છે. જાણકારી મળી છે કે, પીડિતાના ભાઈના મોબાઈલ ફોન તેની પત્ની એટલે કે પીડિતાની ભાભી ઉપયોગ કરતી હતી. આ નંબરથી આરોપી સંદીપના નંબર પર સતત વાતો કરવામાં આવતી હતી. વાતચીતનો આ સિલસિલો 13 ઓક્ટોબર 2019થી 20 માર્ચ 2020 સુધી ચાલ્યો હતો. અને પીડિતાના ભાઈના મોબાઈલથી સંદીપને 62 વખત તો સંદીપના ફોનથી પીડિતાના ભાઈ પર 42 વખત ફોન કરવામાં આવ્યા હતા. બંને વચ્ચે 104 વખત વાતચીત થઈ હોવાનું સામે આવતા તપાસ માં શુ સત્ય બહાર આવે છે તેની સામે સૌની મીટ મંડાઈ છે.
