સમગ્ર દેશ માં ભારે ચકચાર જગાવનાર હાથરસ ગેંગરેપ પીડિતની લાશ ના અંતિમ સંસ્કાર કરી દીધાના ત્રણ દિવસ બાદ ભારે વિરોધ પછી પોલીસે મીડિયાને પીડિતના ગામમાં પ્રવેશ આપ્યો છે.
જોકે,મીડિયા સાથે વાતચીતમાં પીડિત પરિવારે તંત્ર અને પોલીસ ઉપર ગંભીર આરોપ લગાવ્યા છે મૃતક ની માતાએ કહ્યું, છેલ્લી વખત તેઓ ને તેમની પુત્રી નું મોઢું પણ ન જોવા દીધું, અમને તો એ પણ ખબર નથી કે પોલીસે કોનો મૃતદેહ સળગાવી દીધો અને અમે કોના અસ્થિ લાવ્યાં છીએ. પીડિતાની ભાભીએ કહ્યું, પોલીસે પરિવાર સાથે મારઝૂડ પણ કરી હતી , પીડિતના ભાઈએ જણાવ્યું, બુધવારે રાતે 10 વાગ્યા સુધી પોલીસ ઘરે રહી હતી. આ દરમિયાન કોઈને ક્યાંય જવા દીધા ન હતા. અમને કોઈની ખબર નથી.
હાથરસ સદરના એસડીએમ પ્રેમ પ્રકાશ મીણાએ કહ્યું હતું કે હાલ માત્ર મીડિયાને ગામની અંદર જવાની મંજૂરી આપવામાં આવી છે, બાકીના લોકોને મંજૂરી અપાઈ નથી.
અપર મુખ્ય સચિવ(ગૃહ), અવનીશ અવસ્થી અને ડીજીપી હિતેશ ચંદ્ર અવસ્થી આજે પીડિતાના ગામમાં જશે.
પીડિતના ગામમાં પોલીસ બંદોબસ્ત અને ડ્રોનથી નજર રાખવામાં આવી રહી છે.
કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાનીએ કહ્યું કે, મુખ્યમંત્રી યોગ સાથે વાત થઈ છે.SITનો રિપોર્ટ આવ્યા પછી દોષીઓ પર કડક કાર્યવાહી કરવામાં આવશે.
હાથરસ કેસમાં પોલીસ-તંત્રના વલણ ને જોતા યોગીસરકારે પોલીસ વિરુદ્ધ કાર્યવાહી કરી છે અને હાથરસના એસપી વિક્રાંત વીર સહિત 5 પોલીસ અધિકારીને સસ્પેન્ડ કરી દીધા છે.
ગેંગરેપનો શિકાર બનેલી યુવતી નો મૃતદેહ ના તત્કાળ કરાયેલા અંતિમ સંસ્કાર પછી પોલીસતંત્ર પર સતત સવાલ ઉઠાવવામાં આવી રહ્યા છે. પરિવારે આરોપ લગાવ્યો હતો કે ડીએમ પ્રવીણ કુમાર લક્ષકારે દબાણ કર્યું હતું અને કહ્યું હતું કે યુવતી કોરોનાથી મરી જાત તો શું વળતર મળતું? જોકે સરકારે ડીએમ વિરુદ્ધ હજુ સુધી કોઈ કાર્યવાહી કરી નથી
હાથરસ જિલ્લાના ચંદપા વિસ્તારના બુલગઢી ગામમાં 14 સપ્ટેમ્બરે 4 લોકોએ 19 વર્ષની યુવતી સાથે ગેંગરેપ કર્યો હતો. આરોપીઓએ યુવતીની કમરનું હાડકું તોડી દીધું અને તેની જીભ પણ કાપી દીધી હતી. દિલ્હીમાં સારવાર દરમિયાન પીડિતાનું મોત થઈ ગયું હતું બીજી તરફ પોલીસ બળાત્કાર થયા ની વાત નો ઇન્કાર કરી રહી છે. આમ આ ઘટના ભારે વિવાદી બની છે અને સરકાર ને પણ જવાબ આપવો ભારે પડી રહ્યો છે.
