દેશ માં ભારે ચકચાર જગાવનાર ઉત્તર પ્રદેશના હાથરસમાં દલિત યુવતી સાથે થયેલા ગેંગરેપ અને હત્યા બાદ જીલ્લા વહિવટીતંત્ર દ્વારા મૃતક ના અંતિમ સંસ્કાર ગામની બહાર કરી દીધા હોવાની ઘટના એ ભારે હોબાળો મચાવ્યા બાદ ત્રણ દિવસ પછી પરીવારના સભ્યો ત્યાં અસ્થિઓ લેવા પહોંચ્યા ત્યારે મૃતક બેન ના ભાઈએ જણાવ્યું કે જ્યાં સુધી આ કેસમાં સંડોવાયેલા આરોપીઓને ફાંસીની સજા નહીં મળે ત્યાં સુધી આ અસ્થિઓ નું વિસર્જન નહિ કરે અને ઉમેર્યુ કે પોતાના હાથમાં જે અસ્થિ છે તે કોના છે તે ખબર નથી. અંતિમ સમયમાં બહેનનો ચહેરો પણ જોવા દેવામાં ન આવ્યો હોવાની વાત મૃતકના ભાઈ એ કહી હતી, મૃતક નો પરિવાર માને છે કે તેમની પુત્રી ના અંતિમ સંસ્કાર વખતે તેઓ ને હાજર રાખવામાં આવ્યા ન હતા તેથી ખબર નથી કે આ અસ્થિ ખરેખર કોના છે અને તેમની પુત્રી નું મોઢું બતાવવા માં આવ્યું ન હતું.
મૃતક ના ભાઈએ કહ્યું લાવારિસ સમજીને મારી બહેનને પેટ્રોલ છાટીને સળગાવી દીધી
પીડિતાના ભાઈએ કહ્યું કે અમને વહિવટીતંત્રએ મારી બહેનને અંતિમ વખત જોવા પણ દીધી નથી. વહિવટીતંત્રનું કહેવું છે કે તેનું પોસ્ટમોર્ટમ થયુ છે. ભાઈએ આરોપ લગાવ્યો છે કે મારી બહેનને લાવારિસ સમજીને પેટ્રોલ છાટીને સળગાવી દીધી છે.
ઉત્તર પ્રદેશના હાથરસ જિલ્લાના ચંદપા વિસ્તારના બુલગઢી ગામામાં 14 સપ્ટેમ્બરના રોજ 4 લોકોએ 19 વર્ષની યુવતી સાથે ગેંગરેપ કર્યો હતો આરોપીઓએ યુવતીનું કરોડરજ્જાનું હાડકુ તોડી નાંખ્યુ હતુ અને જીભ કાપી લીધી હતી. દિલ્હીમાં સારવાર સમયે મૃત્યુ થયુ હતું. ચારેય આરોપીની ધરપકડ કરવામાં કરી લેવામાં આવી છે જોકે પોલીસ જણાવી રહી છે કે મૃતક યુવતી ઉપર ગેંગરેપ થયો નથી.
