મુંબઈમાં રવિવારના રોજ અેક સંગઠનો દ્વારા સંવિધાન બચાવો રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં કોંગ્રેસના નેતા અજિત પવાર, કનૈયા કુમાર, ગુજરાતના વિધાનસભ્ય જિગ્નેશ મેવાણી, ભૂમાતા બિગ્રેડના તૃપ્તિ દેસાઇ, પાટીદાર નેતા હાર્દિક પટેલ સહિત અનેક લોકો હાજર રહ્યા હતા. સરકાર વતી સંવિધાનમાં થઇ રહેલા ફેરફાર તેમ જ સરકારની નિષ્ફળતાને પગલે આ રેલીનું આયોજન કરાયું હતું.
અયોધ્યા આસ્થાનો વિષય છે તેના પર રાજકારણ ન કરો. મંદિર બાંધ્યું કે ? એવો સવાલ ન કરો તો કેટલી હોસ્પિટલો અને સ્કૂલો બાંધી ? એવો સવાલ સરકારને પૂછો. મંદિર કોઇ મોટી સમસ્યા નથી પરંતુ દેશ સામે જે મુખ્ય સવાલો છે તેને અવગણીને મંદિરને આગળ કરાય છે એમ કનૈયા કુમારે જણાવ્યું હતું. માત્ર દેશનો સંવિધાન સંકટમાં છે. સીબીઆઇ, સુપ્રીમ કોર્ટ સંકટમાં છે.