હૈદરાબાદઃ અસદુદ્દીન ઓવૈસી ગ્રેટર હૈદરાબાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીમાં કિંગમેકર બનીને ઉભરી આવ્યા છે. તેમની પાર્ટી ઓલ ઇન્ડિયા મજલિસ-એ- ઇતેહાદુલ મુસ્લિમીને 44 બેઠકો પર જીતના પાછલા પ્રદર્શનને જાળવી રાખ્યુ છે. આ ચૂંટણીમાં અસદુદ્દીન ઓવૈસીએ પોતાની પાર્ટી તરફથી 5 બેઠક પર હિન્દુ ઉમેદવારોને પણ મેદાનમા ઉતાર્યા હતા.
હૈદરાબાદ બેઠક પર સાંસદ અસદુદ્દીન ઓવૈસી એ કુલ 51 બેઠક પર ઉમેદવારો ઉતાર્યા હતા.તેમાંથી તેમણે 10 ટકા અનામત હિન્દુ ઉમેદવારોને આપતા 5 સીટો પર હિન્દુ ઉમેદવારોને ઉભા રાખ્યા હતા. આ 5માંથી 3 ઉમેદવારોએ જીત હાંસલ કરી છે, જ્યારે બે બેઠકો પર હારનો સામનો કરવો પડ્યો હતો. પાછલી ચૂંટણીમાં માત્ર 4 સીટ જીતનાર ભાજપને જબરદસ્ત ચૂંટણીપ્રચારને પગલે આ વખતે 44 બેઠક પર જીત મળી છે.
3ની જીત 2ની હાલ
અસદુદ્દીન ઓવૈસીની પાર્ટી AIMIMની ટિકિટ પર પુરાનાપુલ વોર્ડથી સુન્નમ રાજ મોહન, ફલકનુમા વોર્ડમાંથી કે. થારા ભાઇ અને કારવન વોર્ડમાંથી માંદાગિરી સ્વામી યાદવે જીત હાંસલ કરી છે. તો બીજી બાજુ જામબાગ વોર્ડના જલાદા રવિન્દ્રને ભાજપના રાકેશ જ્યસ્વાલે હરાવ્યા છે. તો કુતુબુલ્લાપુર વોર્ડમાં ઇ. રાજેશ ગોડને ટીઆરએસના ગૌરિસ પારિજાતાએ હરાવ્યા છે.
કોને કેટલી બેઠકો મળી
હૈદરાબાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીમાં સત્તાધારી પક્ષ તેલંગાણા રાષ્ટ્ર સમિતિ (ટીઆરએસ)ને 55 સીટ મળે જ્યારે અગાઉ 99 બેઠકો હતી. તો અસદુદ્દીન ઓવૈસીની પાર્ટી 44 બેઠકો સાથે ત્રીજા ક્રમે રહી છે. તો ભાજપે 48 બેઠકો પર જીત હાંસલ કરી છે. જ્યારે કોંગ્રેસને માત્ર બે બેઠકો પર જીત હાંસલ થઇ છે.