વર્ષ 2017માં દેશની કુલ આબાદીની 14.3 ટકા વસ્તી એટલે કે લગભગ 19.73 કરોડ લોકો કોઈ ના કોઈ માનસિક બિમારીથી પીડિત છે. માનસિક વિકારમાં ડિપ્રેશન, એન્કઝાઈટી ડિસઓર્ડર, સિજોફ્રેનિયા, બાઈપોલર ડિસઓર્ડર, કંડક્ટ ડિસઓર્ડર અને ઓટિઝમ જેવા વિકાર સામેલ છે.
Lancet Psychiatryમાં પ્રકાશિત સ્ટડી મુજબ તેમાંથી 4.57 કરોડ લોકોને ડિપ્રેશન અને 4.49 કરોડ લોકો એન્કઝાઈટી ડિસઓર્ડર હતો.
આ સ્ટડીમાં બતાવવામાં આવ્યો છે કે, દેશમાં મેન્ટલ હેલ્થથી જોડાયેલી સમસ્ચાઓ કેટલી વધી રહી છે. 1991થી 2017ના સમયગાળા દરમિયાન માનસિક વિકાર બે ગણું થઈ ગયુ છે.
સ્ટડીની મુખ્ય વાતો
ભારતમાં ડિપ્રેશન અને એન્કઝાઈટી ડિસઓર્ડર, એ સામાન્ય માનસિક ડિસઓર્ડર છે, જે વધી રહી છે.
દક્ષિણના રાજ્યો અને સ્ત્રીઓમાં ડિપ્રેશન અને એન્કઝાઈટી ડિસઓર્ડર વધુ જોવા મળ્યો હતો.
વૃદ્ધોની વસ્તીમાં ડિપ્રેશન વધુ છે, જે વૃદ્ધ થતી વસ્તી માટેનું એક મહત્વપૂર્ણ પાસું છે.
ઉત્તરીય રાજ્યોમાં બાળકોમાં માનસિક વિકાર વધુ જોવા મળે છે, પરંતુ તે ભારતમાં ઘટી રહ્યો છે.
ડિપ્રેશન અને આત્મહત્યા વચ્ચે એક મહત્વપૂર્ણ સંબંધ જોવા મળ્યો, જે પુરુષોની સરખામણીમાં મહિલાઓમાં વધુ છે.
સ્ત્રીઓમાં ડિપ્રેસન, એન્કઝાઈટી ડિસઓર્ડર અને ઈટિંગ ડિસઓર્ડર વધારે છે, જ્યારે છોકરાઓમાં કંડક્ટ ડિસઓર્ડર, ઓટીઝમ અને હાયપર એક્ટિવિટી વધારે છે.