દેશમાં કોરોના સંક્રમણના અત્યાર સુધી 2301 કેસો સામે આવ્યા છે. જ્યારે 56 લોકોના મોત થયા છે અને 156 લોકો સાજા થયા છે. છેલ્લા 24 કલાકમાં 12 દર્દીઓની મોત થઈ છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાયલયના સંયુક્ત સચિવ લવ અગ્રવાલે શુક્રવારે પત્રકાર પરિષદમાં આ જાણકારી આપી.
આ ઉપરાંત કોરોના વાયરસને ફેલાતા રોકવા માટે ક્વોરેન્ટાઇન સ્થાપિત કરવા અને અન્ય વ્યવસ્થાઓ માટે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે બધા રાજ્યોને ડિઝાસ્ટર મેનેજમેન્ટ ભંડોળ (એસડીએમઆરએફ)અંતર્ગત શુક્રવારે 11,092 કરોડ રૂપિયાની રકમ આપવાની મંજૂરી આપી છે.
કેન્દ્રીય ગૃહમંત્રાલયે જણાવ્યુ કે, ગુરુવારે વીડિયો કોન્ફ્રેન્સિંગ દ્વારા કરવામાં આવેલી બેઠક દરમિયાન મુખ્યમંત્રીઓ તરફથી આપવામાં આવેલા આશ્વાસન પછી આ રકમને મંજૂરી આપવામાં આવી છે. મંત્રાલય દ્વારા જારી એક પ્રેસ નોટમાં કહેવામાં આવ્યુ છે કે, ગૃહમંત્રીએ એસડીએમઆરએફ અંતર્ગત બધા રાજ્યોને 11,092 કરોડ રૂપિયા આપવાની મંજૂરી આપી છે.