ભારતીય રેલવે દ્વારા ધોરણ 10 પાસ યુવાનો માટે મલ્ટિ ટાસ્કિંગ સ્ટાફની 118 જગ્યાઓ પર ભરતી પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે, જે 13 ઓક્ટોબર સુધી ચાલશે. યોગ્ય ઉમેદવારો rrcnr.org પર જઈને અરજી કરી શકે છે.
આ માટે ઉમેદવારોએ લેખિત પરીક્ષા આપવાની રહેશે, તેના આધારે જ તેમની પસંદગી કરવામાં આવશે. આ જગ્યાઓ પર અરજી કરવા માટે ઉમેદવારની ઉંમર 18થી 33 વર્ષ હોવી જોઈએ. તાજેતરમાં જ સાઉથ ઈસ્ટ સેન્ટ્રલ રેલવેએ પણ 313 જગ્યા પર ભરતી માટે અરજી મગાવી હતી. સેન્ટ્રલ રેલવેએ આ વેકેન્સી ધોરણ 10 પાસ ઉમેદવારો માટે બહાર પાડી છે. જો કે, 118 જગ્યાઓ માટે ઉમેદવારો 13મી ઓક્ટોબર સુધી રેલવેની વેબસાઈટ પર અરજી કરી શકશે.
શૈક્ષણિક લાયકાત
મલ્ટિ ટાસ્કિંગ અંતર્ગત યોજાનારી ભરતીમાં ઉમેદવાર કોઈ પણ માન્યતા પ્રાપ્ત સંસ્થામાં ધોરણ 10 પાસ હોવો જોઈએ. આ સાથે અલગ અલગ પોસ્ટ અનુસાર ડિપ્લોમા કર્યું હોવું જોઈએ.