ઉત્તર પ્રદેશના ફિરોઝાબાદમાં આગ્રા-લખનઉ એક્સપ્રેસ હાઈવે પર એક ડબલ ડેકર બસ અને ટ્રક વચ્ચે અકસ્માત સર્જાયો છે. જેમાં અત્યાર સુધીમાં 14 લોકોના મોત થઈ ચૂક્યા છે, જ્યારે 31 લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે. આ અકસ્માતમાં ઘાયલોને સૈફઈની મેડિકલ કોલેજ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે.
આ અંગે પ્રાપ્ત વિગતો પ્રમાણે, દિલ્હીથી બિહારના મોતીહારી જઈ રહેલી એક પ્રાઈવેટ ડબલ ડેકર બસ ફિરોઝાબાદના ભદાન ગામની પાસે પહોંચી, ત્યારે અચાનક ચાલકે સ્ટિયરિંગ પરથી કાબૂ ગુમાવ્યો હતો. આથી બેકાબૂ બસે આગળ રોડ પર ઊભી ટ્રક સાથે ધડાકાભેર ટક્કર મારી હતી. આ અકસ્માતમાં 14 લોકોના મોત નીપજ્યા છે અને 31 ઈજાગ્રસ્તો સારવાર હેઠળ છે.
આ અકસ્માતની જાણ થતા જ પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો અને ઈજાગ્રસ્તોને મીની પીજીઆઈમાં એડમિટ કરવામાં આવ્યા છે.