આ વખતે કોરોના વાઇરસની મહામારીના કારણે આપણો આ સ્વતંત્રતા દિવસ ધામધૂમથી ઉજવવામાં આવશે નહીં. સાત દાયકા પહેલા આજના દિવસે 15 ઓગસ્ટ 1947ના રોજ ભારતને અંગ્રેજોથી આઝાદી મળી હતી ત્યારથી ભારતીય ઈતિહાસનો આ સૌથી મહત્વપૂર્ણ દિવસ બની ગયો. જો કે 26મી જાન્યુઆરી 1950ના દિવસે ભારતના પહેલાં રાષ્ટ્રપતિ ડો.રાજેન્દ્રપ્રસાદે 50 તોપોની સલામી આપ્યા બાદ ભારતના રાષ્ટ્રીય ધ્વજને ફરકાવીને 71 વર્ષ પહેલાં ભારતીય ગણતંત્રના ઐતિહાસિક પર્વની જાહેરાત કરી હતી. અંગ્રેજોના શાસનથી છુટકારો મેળવ્યાં બાદ આપણો દેશ સ્વતંત્ર બન્યો હતો. 15 ઓગષ્ટ ફક્ત ભારતનો જ નહી અન્ય 5 દેશોમાં પણ સ્વતંત્રતા દિવસ તરીકે ઉજવાય છે અને આ દેશ છે બહેરીન, દક્ષિણ કોરિયા, ઉત્તરી કોરિયા, લિક્ટેસ્ટીન અને કાંગો ગણરાજ્ય.
ભારત એક બિનસાંપ્રદાયિક અને વિવિધતાવાળો દેશ છે. જેમાં વિવિધ ધર્મના લોકો, વિવિધ ભાષા બોલતા લોકો જાતિ અને પંથના લોકો એક સાથે સદ્દભાવના સાથે રહે છે.
600 વર્ષ પહેલા બ્રિટિશ ઈસ્ટ ઈંડિયા કંપની ભારત દેશમાં વેપાર કરવા માટે આવી હતી. તેણે સૌ પ્રથમ આપણા દેશમાં ચા, કોટન અને સિલ્કનો વેપાર શરુ કર્યો હતો અને પછી ધીમે ધીમે ભારત દેશ પર કબજો જમાવી દીધો હતો.
આપણા દેશને આઝાદી મળ્યા પછી ગાંધીજીએ ઈન્ડિયન નેશનલ કોંગ્રેસને ખતમ કરવાની યોજના બનાવી હતી. આ માટે તેમણે એક ડ્રાફ્ટમાં લખ્યુ હતું કે ઈંડિયન નેશનલ કોંગ્રેસને જે ઉદ્દેશ્ય માટે બનાવી તે મેળવી લીધો છે તેથી હવે તેને ખતમ કરી દેવી જોઈએ.
પ્રથમ પ્રધાનમંત્રી નેહરુને દુનિયાભરમાં સ્ટાઈલ આઈકોનના રૂપમાં જોવામાં આવતા હતા. તેમનુ નેહરુ જેકેટ એટલુ પ્રખ્યાત હતુ કે તેમણે Vogue મેગેઝીનના કવર પર સ્થાન મેળવ્યુ હતુ.