પાકિસ્તાન સામે ના 1971ના યુદ્ધમાં ભારત ના વિજય ને 50 વર્ષ થતા વડાપ્રધાન મોદીએ શહીદોને શ્રદ્ધાંજલિ અર્પી હતી.
પાકિસ્તાન સામેના યુદ્ધમાં વિજય બાદ બાંગ્લાદેશ ને પણ આઝાદ કરાવ્યું હતું.ત્યારથી ભારત દ્વારા દર વર્ષે તા.16 ડિસેમ્બરને વિજય દિન તરીકે ઉજવણી કરે છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદી ઉપરાંત સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહ, ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ બિપિન રાવત અને ત્રણેય સૈન્યના વડા ની ઉપસ્થિત વચ્ચે આજે નવી દિલ્હીના રાષ્ટ્રીય સ્મારક ખાતે ઉપસ્થિત રહી
અહીં PM મોદી 4 સ્વર્ણિમ વિજય મશાલ પ્રગટાવી હતી જે અમર જ્યોતથી ચાર વિજય મશાલ પ્રજ્વલિત કરી આ મશાલને દેશના અન્ય ભાગો માં લઇ જવાશે અને 1971ના યુદ્ધમાં પરમવીર ચક્ર અને મહાવીર ચક્ર વિજેતા સૈનિકોના ગામડાઓ માં પણ લઈ જવાશે અને 1971ના યુદ્ધ સ્થળોથી માટી લઈને દિલ્લીના રાષ્ટ્રીય યુદ્ધ સ્મારકમાં લવાશે. આ યુદ્ધ 3 ડિસેમ્બર 1971 ના રોજ શરૂ થયું હતું અને 16 ડિસેમ્બર 1971 સુધી ચાલ્યુ હતું. જેમાં પાકિસ્તાને મોટી સંખ્યામાં સૈનિકો સાથે શરણાગતિ સ્વીકારી હતી.
દિલ્લીમાં રાષ્ટ્રીય સમર સ્મારકની અમર જ્યોતથી સ્વર્ણિમ વિજય મશાલ પ્રજ્વલિત કરી. અમર જ્યોતથી ચાર વિજય મશાલ પ્રજ્વલિત કરી આ મશાલને 1971 યુદ્ધના પરમવીર ચક્ર અને મહાવીર ચક્ર વિજેતાઓના ગામ લઈ જવાશે. 1971ના યુદ્ધ સ્થળોથી માટી લઈને દિલ્લીના રાષ્ટ્રીય યુદ્ધ સ્મારકમાં લવાશે. આમ 16 ડિસેમ્બરે ભારતમાં વિજય દિવસ તરીકે ઉજવણી કરાય છે.
