આજકાલ ટીવી અને ફિલ્મો ની દુનિયા સાથે સંકળાયેલા આશાસ્પદ કલાકારો નાની ઉંમરે આત્મહત્યા કરવાના બનાવો ચિંતાજનક રીતે વધી રહ્યા છે ત્યારે સુશાંત સિંહ બાદ હવે માત્ર 16 વર્ષની ટિક ટોક સ્ટાર સિયા કક્કરે આત્મહત્યા કરી લેતા ભારે ચકચાર મચી ગઇ છે. સિયાના મેનેજર અર્જુન સરીનાના મતે આ ઘટના અગાઉ સિયા સાથે વીડિયો આલ્બમને લઈ વાત થઈ હતી. આ સમયે તે બિલકુલ હતાશ જણાતી નહોતી.
પરંતુ ખબર નહિ તેણે ગળેફાંસો ખાઈને આત્મહત્યા કરી લીધી છે.
સિયા અંગે સોશિયલ મીડિયામાં આ સમાચાર આગ ની જેમ ફરી વળ્યાં હતા. સિયા દિલ્હીની પ્રીત વિહાર વિસ્તારમાં રહેતી હતી. તેણે અહીં જ આત્મહત્યા કરી હતી. સિયાના ટિકટોક પર એક મિલિયનથી વધુ ફોલોઅર્સ હતાં. ઈન્સ્ટાગ્રામ પર તેને એક લાખથી વધુ યુઝર્સ ફોલો કરતાં હતાં. એક ઉભરાતી પ્રતિભા એ શામાટે આવું પગલું ભર્યું તે અંગે જાણી શકાયું નથી.
