અમદાવાદ એરપોર્ટનું ખાનગીકરણ થયા બાદ આગામી ટૂંક સમયમાં અમદાવાદ એરપોર્ટ પર એક હજાર જેટલા કર્મચારીઓને નોકરી જોખમમાં મૂકાશે. એરપોર્ટ પર કાર્યરત ગ્રાઉન્ડ હેન્ડલિંગની જુદી-જુદી ૧૮ જેટલી કંપનીઓના શટર પડી જશે. તેના બદલે હવે એક જ ગ્રાઉન્ડ હેન્ડલિંગ કંપની એરપોર્ટ પર કાર્યરત રહેશે. આ માનીતી કંપની સાથે ટેન્ડરમાં અગાઉથી જ એવી શરતો રાખવામાં આવી હતી કે અન્ય કોઇ કંપની હરિફમાં આવી શકે નહીં, જેમાં અદાણીએ અંદરોઅંદર જ સહભાગી કંપની સાથે એક વિદેશી કંપની સાથે કરાર કરી મજબૂત ગોઠવણ કરી હોવાની ચર્ચાએ જોર પકડયુ છે.અમદાવાદ એરપોર્ટ પર વર્ષોથી શેડયૂલ અને નોન શેડયૂલ ફ્લાઇટનું ગ્રાઉન્ડ હેન્ડલિંગ કરતી જુદી-જુદી કંપનીઓ કાર્યરત છે. એરપોર્ટ પર આઇટા રજિસ્ટર્ડ મુખ્ય ચાર શેડયુલ ગ્રાઉન્ડ હેન્ડલીંગ કરતી કંપનીઓ છે જેમાં એઆઇએટીએસએલ, જીજીઆઇ, શેલ્બી, રણબંકા એવિએશન કંપનીનો સમાવેશ થાય છે. આ ઉપરાંત ચાર્ટડ ફલાઇટનું ગ્રાઉન્ડ હેન્ડલિંગ કરતી અન્ય ૧૮ જેટલી કંપનીઓ છે. આ તમામ કંપનીઓને રાતોરાત લેટર આપી દઇ ૩૦ એપ્રિલ સુધીની છેલ્લી ડેડલાઇન આપી દેવામાં આવી છે. ત્યારબાદ આ કંપનીઓ અમદાવાદ એરપોર્ટ પર શેડયુલ-નોન શેડયુઅલ ફલાઇટનું હેન્ડલીંગ કરી શકશે નહીં. તેના બદલે એક જ કંપનીનો દબદબો રહેશે.અદાણીએ બીડબલ્યુએફએસને સહભાગી કંપની તરીકે જીએસઇસી સાથે કરાર કરી તમામ પ્રકારની ફલાઇટોનું ગ્રાઉન્ડ હેન્ડલિંગ સવસ આપશે, જેના કારણે એરપોર્ટ પર કામ કરતા નાના-મોટા એક હજાર જેટલા કર્મચારીઓની નોકરી જોખમમાં મુકાશે. હાલમાં કોરોનાકાળમાં નોકરીઓની અછત છે ત્યાં જ આ કર્મચારીઓ પર મોટી મુસીબત આવી પડશે. આ કંપની વિદેશની છે જે મુંબઇ અને દિલ્હી એરપોર્ટ પર શેડયુલ-નોન શેડયુલ ફલાઇટોનું ગ્રાઉન્ડ હેન્ડલીંગની સવસ આપે છે. આમ આત્મનિર્ભરની વાતો કરતી સરકાર ખુદ વિદેશની કંપનીના હવાલે એરપોર્ટની કામગીરી સોંપી દીધી છે.ઉપરાંત ટેન્ડરમાં એવા ક્લોઝ રાખવામાં આવ્યા હતા કે કંપની વાષક ૧૦૦ કરોડનું ટર્નઓવર ધરાવતી હોવી જોઇએ સાથે ત્રણ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર કાર્યરત હોવા જોઇએ. એરપોર્ટ પર પાંચ વર્ષનો શેડયુઅલ ફલાઇટ હેન્ડલીંગનો અનુભવ હોવો જોઇએ. ગ્રાઉન્ડ હેન્ડલિંગ કરતી કંપનીઓને હટાવવા માટે ટેન્ડરમાં એવા ક્લોઝ રાખવામાં આવ્યા કે કોઇ અન્ય કંપનીની હરીફાઇમાં આવી શકે નહી. એટલું જ નહીં એક જ હેન્ડલિંગ કરતી કંપનીના કારણે હવે સારી સવસ મળે છે કે કેમ એટલું જ નહીં ચાર્ટર્ડ ફ્લાઈટ બુકિંગ કરાવનારને પહેલા કરતા વધારે ગ્રાઉન્ડ હેન્ડલિંગનો ચાર્જ ચૂકવવા તૈયાર રહેવું પડશે જેનું મુખ્ય કારણ એ છે કે એક જ કંપની હોવાથી તેની મોનોપોલી રહેશે અને ઉઘાડી લૂંટ ચલાવશે.
