લખનઉઃ ઉત્તર પ્રદેશ રાજ્યમાં પણ કોરોના વાયરસની મહામારી ઘાતક બની રહી છે. પ્રવર્તમાન પરિસ્થિતિની ગંભીરતાને ધ્યાનમાં રાખતા ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે નિર્ણય લીધો છે કે હવે ખાનગી હોસ્પિટલોમાં રેમેડિસિવરના ઇન્જેક્શન જરૂરિયાતમંદોને વિના મૂલ્યે આપવામાં આવે, ખાનગી હોસ્પિટલો આ દવાની વ્યવસ્થા કંપનીઓ અને બજારમાંથી જ ગોઠવશે. જો દવા ઉપલબ્ધ ન હોય અને દર્દીનાં અસ્તિત્વ માટે તે ખૂબ જ જરૂરી હોય, તો ખાનગી હોસ્પિટલ દ્વારા જારી કરાયેલા પ્રિસ્ક્રિપ્શનના આધારે, જિલ્લા મેજિસ્ટ્રેટ અને મુખ્ય તબીબી અધિકારી સંબંધિત દર્દીને મર્યાદિત સંખ્યામાં વિના મૂલ્યે ઉપલબ્ધ કરાવી શકે છે. આ માટે આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા આદેશો જારી કરવામાં આવ્યા છે.
મુખ્યમંત્રીએ સોમવારે ટીમ -11ની બેઠકમાં રેમેડિસવીરના ઇન્જેક્શનને લઈને અનેક મહત્વપૂર્ણ આદેશો આપ્યા છે. તેમણે કહ્યું છે કે રાજ્યમાં રેમેડિસવીર જેવી કોઈ પણ જીવનરક્ષક દવાની કમી નથી. જો જરૂર હોય તો, ખાનગી હોસ્પિટલોમાં પણ નિશ્ચિત દરે રેમેડિસવીર આપવી જોઈએ. આ સાથે પોલીસ તેના કાળા બજાર પર સતત નજર રાખે.
તેમણે કહ્યું, રેમેડિસવીર આપતા પહેલા ટેસ્ટ કરો, દર્દીઓના જીવનનું રક્ષણ કરવું તે સરકારની પ્રાથમિકતા છે. આ દવા ઉત્તર પ્રદેશ મેડિકલ સપ્લાય કોર્પોરેશન લિમિટેડ દ્વારા સરકારી હોસ્પિટલો, રાજ્ય અને ખાનગી મેડિકલ કોલેજોમાં આપવામાં આવશે.