મધ્ય પ્રદેશના રાજકારણ હાલ માં સર્જાયેલા વાવાઝોડામાં સિંધિયા પરિવારે 53 વર્ષ જૂના ઈતિહાસનું પુનરાવર્તન કર્યું હોવાનું ફરી એકવાર સપાટી ઉપર આવ્યું છે .આપને જણાવી દઈએ કે અગાઉ વર્ષ 1967માં વિજયારાજે સિંધિયા એ કોંગ્રેસને સત્તાથી બહાર કરી દીધી હતી અને હાલ માં તેમના પૌત્ર જ્યોતિરાદિત્ય સિંધિયા એ કમલનાથ સરકાર ની બૂમ પડાવી દીધી છે , પાછલા વર્ષો ઉપર નજર નાખીએ તો વર્ષ 1967માં લોકસભા અને વિધાનસભા ચૂંટણી અગાઉ વિજયારાજેએ કોંગ્રેસમાંથી રાજીનામુ આપ્યુ હતું. તેમણે વિધાનસભા અને લોકસભા ચૂંટણી એક સ્વતંત્ર ઉમેદવાર તરીકે લડ્યા હતા અને બન્ને ચૂંટણી જીત્યા હતા.
વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસને બહુમતિ હાંસલ થઈ અને ડીપી મિશ્રાને મુખ્યમંત્રી બનાવ્યા. પણ, ત્યારબાદ 36 કોંગ્રેસ ધારાસભ્યએ વિજયારાજે પ્રત્યે તેમની નિષ્ઠા પ્રગત કરી અને વિપક્ષ સાથે મળી ગયા. ડીપી મિશ્રાને રાજીનામુ આપવાની ફરજ પડી હતી. હવે જ્યોતિરાદિત્ય જૂથના 20 ધારાસભ્યોએ રાજીનામુ આપી કમલનાથ સરકાર સામે મુશ્કેલીનું સર્જન કરી દીધુ છે. રાજીનામુ સ્વીકાર થતા કામલનાથ સરકાર લઘુમતીમાં આવી જશે અને આ સંજોગોમાં ભાજપ અવિશ્વાસનો પ્રસ્તાવ લાવી શકે છે.
ગ્વાલિયરમાં વિદ્યાર્થી આંદોલનને લઈ રાજમાતાને તે સમયના કોંગ્રેસ સરકારના મુખ્યમંત્રી ડીપી મિશ્રા સાથે બોલાચાલી થઈ હતી. ત્યારબાદ સરગુજા સ્ટેટ હાલ સમયમાં છત્તિસગઢ માં પોલીસ કાર્યવાહીને લઈ તેમનો વિવાદ થયો હતો. ત્યારબાદ કોંગ્રેસમાં પડેલી ફૂટનો ફાયદો ઉઠાવી લગભગ 36 ધારાસભ્યના સમર્થનવાળા સતનાના ગોવિંદનારાયણ સિંહને સીએમ બનાવી પ્રદેશમાં પ્રથમ બિનકોંગ્રેસી સરકાર બનાવતા ડીપી મિશ્રાને રાજીનામુ આપવું પડ્યું હતું. બાદમાં જ્યારે ભારતીય જનતા પાર્ટીની સ્થાપના થઈ તો તેમને ઉપાધ્યક્ષ બનાવવામાં આવ્યા હતા.
રાજમાતા પચમઢીમાં ચૂંટણી અને ટિકિટ વહેચણીને લઈ ડીપી મિશ્રા સાથે ડિસ્કસ કરવા માંગતા હતા પણ મિશ્રાએ રાજમાતા વિજયારાજે ને 15 મિનિટ સુધી રાહ જોવડાવી તે કોંગ્રેસને ભારે પડ્યું હતું અને જેતે વખતે પણ કોંગ્રેસ ને તે ભોગવવું પડ્યું હતું કારણ કે જનતા રાજમાતા ની સાથે હતી અને આજે પણ સિંધિયા પરિવારે ફરી એકવાર આ વાત સાબિત કરી બતાવી હોવાનું સપાટી ઉપર આવ્યુ છે.
