આખી દુનિયા માં તબાહી મચાવનાર કોરોના વાયરસ હવે 21 જૂને સંપૂર્ણપણે ખતમ થઈ જશે નો દાવો કરાતા લોકો માં એક નવી આશા ઉભી થઇ છે અને વાત જો સાચી સાબિત થઈ તો દાવો કરનાર ભારત ના વૈજ્ઞાનિક નું નામ વિશ્વ માં ગુંજતું થઈ જશે.
ચેન્નાઇના વૈજ્ઞાનિકે સૂર્યગ્રહણ અને કોરોના વાયરસ વચ્ચે સીધો સંબંધ હોવાનો મજબૂત દાવો કર્યો છે.
વૈજ્ઞાનિક કે.એલ.સુંદર કૃષ્ણા એ વિશ્વ ને જણાવી દીધું છે કે ગઈ 26 ડિસેમ્બરે થયેલા સૂર્યગ્રહણનો કોરોના વાયરસ સાથે સીધો સંબંધ છે. અને હવે પછીના તબબકા માં આગામી 21 જૂને થનારા સૂર્યગ્રહણના દિવસે કોરોના વાયરસ પૂરેપુરો ખતમ થઈ જશે. તેમણે કહ્યું કે સૂર્યગ્રહણ પછી ઉત્સર્જિત વિખંડન ઉર્જા (ફિશન એનર્જી)ના લીધે પહેલા ન્યુટ્રોનના કણ સાથેના સંપર્ક પછી કોરોના વાયરસ તૂટી ગયો છે. ગઈ 26મી ડિસેમ્બરે થયેલા છેલ્લા સૂર્યગ્રહણ પછી સૌરમંડળમાં ગ્રહોની સ્થિતિમાં ફેરફાર થયો છે. ગ્રહો વચ્ચે ઊર્જાના ફેરફારના પગલે આ વાયરસ ઉપરી વાયુમંડળમાંથી ઉત્પન્ન થયા છે. આ ફેરફારના લીધે ધરતી પર યોગ્ય વાતાવરણ બન્યુ. આ ન્યૂટ્રોન સૂર્યની સહુથી વધારે વિખંડન ઊર્જામાંથી નીકળી રહ્યાં છે.
ડો. કે.એલ.સુંદર કૃષ્ણાએ જણાવ્યું કે બાયો મોલેકયુલ સંરચના પ્રોટિનનો મ્યુટેશન પ્રોસેસ સહુ પહેલાં ચીનમાં શરૂ થયો હશે. આ એક પ્રયોગ અથવા જાણી જોઈને કરાયેલો પ્રયાસ પણ હોઈ શકે છે. આગામી સૂર્યગ્રહણ કોરોના વાયરસને ખતમ કરવા માટે એક મહત્વપૂર્ણ વળાંક સાબિત થઈ શકે છે. સૂર્યકિરણોની તીવ્રતા વાયરસને નિષ્ક્રિય કરી દેશે. સૂર્યકિરણ અને સૂર્યગ્રહણ આ વાયરસનો પ્રાકૃતિક ઇલાજ છે. આમ ભારતીય વૈજ્ઞાનિક ના આ દાવા ને લઈ લોકો માં કોરોના ખતમ થવાની આશા બંધાઈ છે. આ માટે 21 જૂન સુધી રાહ જોવી પડશે.
